દાહોદના જુનાપાણી ગામે ત્રણ વ્યÂક્તઓને ચોર સમજી માર મારતા ૩ પૈકી એકનુ સ્થળ પર મોત

અનવરખાન પઠાણ / ધ્રૃવ ગોસ્વામી

દાહોદ તા.૨૫
દાહોદ તાલુકાના જુનાપાણી ગામે મધ્યરાત્રીના ત્રણેક વાગ્યાના સમયગાળા દરમ્યાન દશ જેટલા લાકડીધારી ઈસમોએ ઈંટાવા ગામે રહેતા ત્રણ વ્યÂક્તઓને ચોર સમજી લાકડી વડે હુમલો કરી માર મારતાં ત્રણે પૈકી એકનું ઘટના સ્થળે જ મોત નીપજતાં પંથક સહિત જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ દશ પૈકી ૬ વ્યÂક્તઓની પોલીસ અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દાહોદ તાલુકાના ઈટાવા ગામે મેડા ફળિયામાં રહેતા અજયભાઈ નત્રાભાઈ સંગાડા,પ્રકાશભાઈ નવલાભાઈ સંગાડા અને પંકજભાઈ કશનભાઈ સંગાડા એમ ત્રણેય જણા ગત તા.૨૪મીની રાત્રીના ૩ વાગ્યાના આસપાસ જુનાપાણી ગામેથી પસાર થઈ રહ્યા હતા તે સમયે જુનાપાણી ગામે રહેતા રાયમલભાઈ ગલાભાઈ ડામોર, મનેશભાઈ રાયમલભાઈ ડામોર, રાળુભાઈ ગલાભાઈ ડામોર, આલમભાઈ ગલાભાઈ ડામોર, બાબુભાઈ દલસીંગભાઈ સંગાડા, સકનભાઈ ગલાભાઈ ડામોર તથા તેમની સાથે બીજા ચારેક જેટલા ઈસમોએ પોતાની સાથે લાકડીઓ લઈ દોડી આવી, ચોર આવ્યા ચોર આવ્યાની બુમારાણો મચાવી અજયભાઈ સહિત તેમના સાથી મિત્રો ઉપર લાકડીઓ વડે હુમલો શરૂ કરી દીધો હતો. લાકડીઓના માર ફટકા મારી ત્રણેયને શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ પૈકી પ્રકાશભાઈ નવલાભાઈ સંગાડાને બેફામ લાકડીઓ વડે માર મારતા પ્રકાશભાઈને ઘટના સ્થળે જ મોતને ઘાટ ઉતારી હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ વાયુવેગે પંથકમાં ફેલાઈ જતાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકના દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જ્યા તબીબો દ્વારા પણ ગંભીર ઈજાગ્રસ્ત પ્રકાશભાઈને મૃત જાહેર કરતાં પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. મૃતકના પરિવારજનોમાં આક્રંદના માહૌલ સાથે સાથે આક્રોશની લાગણી પણ ફેલાઈ જવા પામી હતી અને હુમલાખોરોને સખ્તમાં સખ્ત સજા કરવામાં આવે તેવી લાગણી અને માંગણી પણ વહેતી થવા પામી હતી.
આ સંબંધે ઈજાગ્રસ્ત અજયભાઈ નત્રાભાઈ સંગાડાએ કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ઉપરોક્ત ૬ જણાની અટકાયત કરી હતી અને બાકીના ઈસમોના ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.
#Sindhuuday Dahod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: