દેવગઢ બારીયા નગરમાં ટાવર પાસે આવેલ એસબીઆઈના એટીએમ ઉપર એક અજાણ્યા ગઠીયાએ પૈસા કાઢવા આવેલ આધેડનું છળ કપટથી એટીએમ કાર્ડ મેળવી લઈ રુપિયા 35,000 ઉપરાંતની રકમ ઉપાડી લીધી.

દેવગઢબારિયા નગરમાં ટાવર પાસે આવેલ એસ એસ બી આઈના એટીએમ ઉપર એટીએમ કાર્ડ લઈ પૈસા કાઢવા આવેલ દેવગઢ બારીયા ના ભુવાલ ગામના એક આધેડ પાસેથી એક અજાણ્યા ગઠીયાએ છળ કપટ કરી ચોરીછૂપીથી એટીએમ કાર્ડ મેળવી બિન ઉપયોગી કાર્ડ પકડાવી દઈ અસલ એટીએમ કાર્ડનો પાસવર્ડ ચોરી છુપીથી જાણી લઈ તે એટીએમ કાર્ડ વડે તે આધેડના એકાઉન્ટમાંથી રૂપિયા 35000/- ઉપરાંતની રકમ ઉપાડી લઈ વિશ્વાસઘાત છેતરપિંડી કર્યાનું બહાર આવતા ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત વિગત અનુસાર દેવગઢબારિયા તાલુકાના ભુવાલ ગામે કાકરોલ ફળિયામાં રહેતા વીસ વર્ષીય અજય ભાઈ પટેલના પિતા પ્રવીણભાઈ પટેલ ગત તારીખ 20- 10- 2023 ના રોજ બપોરના સાડા બાર વાગ્યાથી દોઢ વાગ્યા દરમિયાનના સમય ગાળામાં દેવગઢ બારીયા ટાવર પાસે આવેલ એસબીઆઇ ના એટીએમ ઉપર પૈસા કાઢવા આવ્યા હતા. અને એટીએમ મશીનમાં પોતાનું એટીએમ કાર્ડ નાખી તેનો પાસવર્ડ નાખી પૈસા કાઢી રહ્યા હતા. તે વખતે તેઓની પાસે ઉભેલા એક અજાણ્યા યુવકે પ્રવીણભાઈ પટેલના એટીએમ કાર્ડનો પાસવર્ડ ચોરી છુપીથી જાણી લીધો હતો. અને ત્યારબાદ પ્રવીણભાઈ પટેલ પાસેથી તે યુવકે અસલ એટીએમ કાર્ડ ચોરી છુપીથી છળ કપટ કરી લઈ લીધા બાદ તે એટીએમ કાર્ડ જેવું બીજું બિનઉપયોગી એટીએમ કાર્ડ તે યુવકે પ્રવીણભાઈ પટેલને પકડાવી દીધું હતું. આ કામ તે યુવકે એટલું ઝડપથી કર્યું હતુ કે પ્રવીણભાઈ પટેલને પોતાની પાસેનું કાર્ડ તે યુવકે બદલી લીધું તેની ગંધ શુદ્ધ પણ આવી ન હતી. અને ત્યારબાદ પ્રવીણભાઈ પટેલને અસલ એટીએમ કાર્ડનો તે અજાણ્યા ઇસમે ઉપયોગ કરી તેમના બેંક એકાઉન્ટમાંથી રૂપિયા 35,820/- ઉપાડી લીધા હતા. આ બાબતની પ્રવીણભાઈ પટેલને મોડે મોડે જાણ થતા તેઓએ પોતાની સાથે કોઈએ છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યાનું જણાઈ આવતા આ બાબતની જાણ તેઓએ પોતાના પુત્ર અજય પટેલને કરી હતી. જેથી અજય પટેલે આ સંબંધે દેવગઢબારિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ સંદર્ભે અજાણ્યા ઈસમ વિરુદ્ધ છેતરપિંડી વિશ્વાસઘાતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: