દાહોદમાં ઈન્દોર હાઈવે પરથી પીકઅપ ગાડીમાં કતલખાને જતા બે ગોવંશ બચાવાયા

અનવરખાન પઠાણ / ધ્રૃવ ગોસ્વામી
દાહોદ તા.૨૬
દાહોદ તાલુકાના ખરજ ગામેથી એક પીકઅપ ફોરવીલર ગાડીને ગૌરક્ષક તેમજ પોલીસની ટીમે પીછો કરતા ગાડીના ચાલક દ્વારા શહેરના ઈનદોર હાઈવે ગરબાડા ચોકડી પર વાહન મૂકી નાસી જતા પોલીસે ૨ ગૌવંશને કબજે કરી કતલખાને જતા બચાવ્યા હતા.
મળેલ બાતમીના આધારે આજરોજ વહેલી સવારે ગૌરક્ષક તેમજ પોલીસની સંયુક્ત કામગીરીમાં દાહોદ તાલુકાના ખરજ ગામે વોચ ગોઠવી ઉભા હતા. આ દરમિયાન કસાઈઓ દ્વારા એક પીકઅપ ગાડીમાં બે ગૌવંશને કતલખાને દાહોદ તરફ લઈ જતા હતા. પીકઅપ ગાડી ખરજ ગામેથી નીકળતા પોલીસે તેમજ ગૌ રક્ષકોની ટીમ દ્વારા આ ગાડીનો પીછો કરતા ગભરાયેલા ગાડીના ચાલક દ્વારા શહેરના ઇન્દોર હાઇવે રોડ પર આવેલ ગરબાડા ચોકડી સ્થિત પોતાના કબજાની પીકપ ગાડી મૂકી અજાણ્યા કસાઈઓ નાસી જવામાં સફળ રહ્યા હતા. પીકઅપ ગાડીની તલાશી લેતા તેમાં બે ગૌવંશને ક્રૂરતાપૂર્વક તેમજ ઘાસચારાની અને પાણીની સુવિધા વગર બાંધી રાખવામાં આવ્યા હતા. આ બે ગૌવંશને મુક્ત કરાવી નજીકની ગૌશાળા ખાતે મોકલી આપવામાં આવ્યા હતા અને દાહોદ શહેર પોલીસ દ્વારા ફરાર પીકઅપના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: