ચાલકની ગફલત કારણે પુરપાટ દોડી જતી મોટર સાયકલ રોડ પર પલ્ટીખાઇ જતાં તેના ચાલકને ગંભીર ઇજાઓ થતાં

દાહોદ, તા.ર૭
સંજેલી તાલુકાના ડુંગરા ગામે ચાલકની ગફલત કારણે પુરપાટ દોડી જતી મોટર સાયકલ રોડ પર પલ્ટીખાઇ જતાં તેના ચાલકને ગંભીર ઇજાઓ થતાં વડોદરા સયાજી હોસ્પીટલમાં સારવાર દરમ્યાન મોત નિપજ્યાનું જાણવા મળેલ છે.
સંજેલી તાલુકાનાડુંગરા ગામના કામોળ ફળીયામાં રહેતા મહેશભાઇ દીપસીંગભાઇ મુનીયા ગતરોજ પોતાની મોટર સાયકલ પુરઝડપે ગફલતભરી રીતે હંકારી લઇ જતાં વધુપડતી ઝડપના કારણે મોટર સાયકલ સ્લીપખાઇ જતાં સર્જાયેલા માર્ગ અકસ્માતમાં ચાલક મહેશભાઇ દીપસીંગભાઇ મુનીયાને માથાના ભાગે તથા કપાળના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેને દવા સારવાર માટે સંજેલી સરકારી દવાખાને ખસેડવામાં આવતાં જયાં ઇજાની ગંભીરતાને ધ્યાને લઇ વધુ સારવાર માટે ગોધરા સીવીલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો જયાં ટુંકી સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે વડોદરા સયાજી હોસ્પીટલમાં રીફર કરવામાં આવ્યો હતો જયાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યું હતું.
આ સંબંધે ડુંગરા ગામના કામોળ ફળીયામાં રહેતા પ્રવીણભાઇ રાયસીંગભાઇ ભેદીએ સંજેલી પોલિસ સ્ટેશને ફરીયાદ નોંધાવતા પોલિસે આ સંદર્ભે ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરીછે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!