એકતરફી પ્રેમમાં પાગલ સખ્સના ત્રાસથી પરિણીતાએ કેનાલમાં ઝંપલાવ્યું

નરેશ ગનવાણી નડિયાદ

મહુધાના ખલાડી ગામે એક  શખ્સ એકતરફી પ્રેમમાં પાગલ હતો પ્રેમ સંબંધ રાખવા અને પોતાની સાથે વાતચીત કરવા દબાણ કરતા અને  બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો. જેથી પરિણીતાએ અંતે શખ્સનો ત્રાસ સહન ન થતાં પરિણીતાએ  કેનાલમાં ઝંપલાવી મોતને વ્હાલું કર્યુ છે.

મહુધા તાલુકાના ખેલાડી ગામે જગદીશભાઈ પરમાર (ભોજાણી)  તેઓની પત્નીને બે એક વર્ષ અગાઉ પોતાના કૌટુંબિક વ્યક્તિ દશરથભાઈ ભોજાણી (પરમાર) સાથે પ્રેમ સંબંધ હોવાનું જગદીશને મોબાઇલ દ્વારા જાણવા મળ્યું હતું.  સમાજમાં આબરૂ ન જાય તેથી તેઓની પત્ની અને  પ્રેમ સંબંધ રાખનાર દશરથને ઠપકો આપ્યો હતો અને વાતચીત કરવાનું બંધ કરાવડાવ્યું હતું. જોકે પ્રેમીલાબેન માની જતા તેઓ  દશરથ સાથે પ્રેમ સંબંધ રાખવા માંગતા નહોતા. પરંતુ દશરથ અવારનવાર પ્રેમીલાને સંબંધ રાખવા બાબતે દબાણ કરતો હતો. .તાજેતરમાં દશરથભાઈ ભોજાણી પ્રેમીલા જ્યાં ખેતરમાં કામ કરતી હતી ત્યાં મળવા આવી પહોંચ્યો હતો. તે સમયે પ્રેમિલાના અન્ય કુટુંબી સભ્યો પણ હાજર હતા. ત્યારે દશરથભાઈ ભોજાણી પ્રેમીલાબેન સાથે બોલાચાલી કરી ઝઘડો કરવા લાગ્યો હતો અને જણાવ્યું કે તે મારી સાથે કેમ સંબંધ કાપી નાખ્યો ?, હવે મારી સાથે વાતચીત કેમ નથી કરતી? મારો ફોન કેમ ઉપાડતી નથી ? તેમ કહી પરિણીતાને જલીલ કરી હતી.
જોકે સમજાવી બુઝાવીને  પ્રેમીલાને તેના કૌટુંબિક સભ્યો તેણીને ઘરે લઈ આવ્યા હતા. પરંતુ ઘરેથી કોઈને કહ્યા વગર તે ક્યાંક જતી રહી હતી. પતિ સહિત કૌટુંબિક લોકોએ શોધખોળ કરતા  ફલોલી સીમમાં પસાર થતી કેનાલમાં કોઈ સ્ત્રીનો મૃતદેહ મળ્યો હોવાની વિગતો જગદીશભાઈને મળતા તેઓ ત્યાં પહોંચી ગયા હતા અને જોયું તો આ સ્ત્રી બીજું કોઈ નહીં પોતાની પત્ની પ્રેમીલાબેન હતા. જેથી એકતરફી પ્રેમમાં દશરથ ભોજાણીએ પ્રેમીલાબેનને પ્રેમ સંબંધ રાખવા દબાણ કરતા અને  ત્રાસ સહન ન થતાં કેનાલના પાણીમાં કૂદી મોતને વ્હાલ કર્યુ હતું. આ મામલે મરણ જનાર પ્રેમીલાબેનના પતિ જગદીશભાઈ પરમારે  દશરથભાઈ ઠાકોરભાઈ ભોજાણી વિરુદ્ધ મહુધા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે  ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી  છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!