જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દાહોદ અને આરોગ્ય શાખા જીલ્લા પંચાયત દવારા આયોજિત સ્કુલ હેલ્થ ઍન્ડ વેલનેસ એમ્બેસેડર તાલીમ શિક્ષકોનેઆપવામા આવી.
અજય સાસી

જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દાહોદ અને આરોગ્ય શાખા જીલ્લા પંચાયત દવારા આયોજિત સ્કુલ હેલ્થ ઍન્ડ વેલનેસ એમ્બેસેડર તાલીમ શિક્ષકોનેઆપવામા આવી.
આયુષ્માન ભારત સ્કુલ હેલ્થ ઍન્ડ વેલનેસ પ્રોગ્રામ અંતર્ગત આરોગ્ય મંત્રાલય અને શિક્ષણ મંત્રાલય નવી દિલ્હી પ્રેરીત. આયુસ્યમાન ભારત – શાળા આરોગ્ય અને સુખાકારી કાર્યક્રમ અંતર્ગત
દાહોદ જિલ્લાના શાળા આરોગ્ય અને સુખાકારી એમ્બેસેડરની માસ્ટર ટ્રેનરની તાલીમ આરોગ્ય વિભાગ, દાહોદની આગેવાનીમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દાહોદ ખાતે 21/02/2024થી 23/02/2024 કુલ 03 દિવસની યોજવામાં આવેલ હતી. આ તાલીમમાં સમગ્ર દાહોદ જિલ્લાના તમામ તાલુકામાંથી ૯૮ શિક્ષકોને માસ્ટર ટ્રેનરની તાલીમ આપવામાં આવી. જેમાં જિલ્લા કક્ષાના તજજ્ઞો દ્વારા ત્રણેય દિવસ માસ્ટર ટ્રેનર શિક્ષકોને જિલ્લા કક્ષાના તાલીમ પામેલ તજ્જ્ઞો દ્વારા વિવિધ ૧૧ વિષયના મોડ્યુલનું શિક્ષણ આપવામાં આવી અને તેની સાથે સંકળાયેલ વિવિધ મનોરંજક પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવી જેમાં તંદુરસ્ત વૃદ્ધિ અને વિકાસ, શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય, આંતર વૈયતિક સંબંધો, મૂલ્યો અને નાગરિકતા, પ્રજનન સ્વાસ્થ્ય, નશીલા પદાર્થોનું સેવન અને તેની રોકથામ વગેરે. આ તાલીમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ ઉદય ટીલાવત પણ વર્ગમાં ઉપસ્થિત રહીને સૌ શિક્ષકોને આરોગ્ય વિષયક માહિતી પૂરી પાડી. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બારીયા સાહેબ દ્વારા પણ વિષયને અનુરૂપ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. DQAMO ડૉ રાકેશ વોહનિયા દવારા પણ સુંદર માર્ગદર્શક આપ્યું તથા District Programme Coordinator વિશાલ ડામોર દ્વારા પણ આરોગ્ય વિષયક માહિતી પૂરી પાડવામાં આવી. આમ આ ત્રણ દિવસની તાલીમ સૌ માસ્ટર ટ્રેનર શિક્ષકોએ આનંદ અને ઉત્સાહ સાથે પૂર્ણ કરી.
