રવિશંકર મહારાજની ૧૪૦મી જન્મ જયંતી નિમિત્તે પદયાત્રા કાર્યક્રમ યોજાયો
નરેશ ગનવાણી નડિયાદ
મહેમદાવાદ તાલુકાના ખાત્રજ ચોકડી પંચવટી સર્કલ પર રવિશંકર મહારાજની જન્મજયંતિ નિમિત્તે પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી દર વર્ષની જેમ આ વર્ષે પણ પદયાત્રાનો કાર્યક્રમ યોજાયો હતો.
મહેમદાવાદ તાલુકાના સરસવણી ગામના વતની રવિશંકર મહારાજની આજે ૧૪૦મી જન્મ જયંતી નિમિત્તે પૂજ્ય રવિશંકર મહારાજ વિચાર પ્રચાર પ્રસાર સમિતિ દ્વારા પદયાત્રાનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ખાત્રજ ચોકડી પંચવટી સર્કલ પર આવેલ રવિશંકર મહારાજની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી પદયાત્રા યોજાઇ હતી.જેમા કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રી અને ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણ અને મહેમદાવાદ વિધાનસભાના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણની ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ખેડા જિલ્લા મહામંત્રી અમિત ડાભી. તાલુકા પંચાયત પ્રમુખ વિનોદ ડાભી. ભાવેશભાઈ રાવલ તાલુકા અને શહેર સંગઠનના હોદ્દેદારો, તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખ અજબસિંહ ડાભી, તેમજ દરેક ગામના સંગઠનના હોદ્દેદારો સાથે પદયાત્રા યોજાઈ હતી. આ પદયાત્રા ખાત્રજ ચોકડીથી નીકળી સરસવણી ગામે જશે. સરસવણી ગામમાં રવિશંકર મહારાજની પ્રતિમા અને તેમના નિવાસ્થાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે.

