લીમડી નગરમાં વેપારીઓનો વોડ નંબર બે નાં સભ્ય “ઉત્કર્ષ શર્મા” દ્વારા થર્મલ સ્કેનિંગ કરવામાં આવ્યું
ગગન સોની (લીમડી )
લીમડી નગરમાં સુભાષ ચોક ખાતે થર્મલ સ્કેનિંગ કરવામાં આવ્યું તેમજ સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક તેમજ થોડા થોડા ક્ષણે સેનિટાઇઝર નું ઉપયોગ કરવા માટે માહિતી આપવામાં આવી અને અપીલ કરવામાં આવી અને લીમડી ગ્રામ પંચાયત દ્વારા જે પણ વેપારી મિત્ર અને નગરજનો ને કાયદાનું પાલન કરવા માટે સમજણ આપવામાં આવી હતી.
દેશ માં અને દાહોદ જિલ્લામાં પણ લોકડાઉન 4.0 નું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે પંચાયતના સભ્ય દ્વારા વેપારીઓ ગ્રાહકો અને પેટ્રોલ પમ્પ ના કર્મચારીઓનું
થર્મલ સ્કેનિંગ કરવામાં આવ્યું હતું.
જ્યારે ભારત દેશમાં કોરોના ને માત આપવા સમગ્ર મેડિકલ સ્ટાફ દ્વારા લોકોનું સ્કેનિંગ કરવામાં આવી રહ્યું છે, આરોગ્ય વિભાગના સહભાગી અને કોરોના વોરિયર્સ બની લીમડી ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 2 ના સભ્ય ઉત્કર્ષ શર્મા દ્વારા વેપારીઓની થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું સાથે કોરોના વાયરસ થી લડવા માટે જરૂરી માહિતી પણ આપવામાં આવી હતી.
#Sindhuuday Dahod

