ડોક્ટરને સારવારના બહાને બોલાવી ધમકી આપી અને રૂપિયા ૫૦ હજારની માંગણી કરી
નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદ મરીડાના ડોક્ટરને સારવારના બહાને એકાંત જગ્યાએ બોલાવી ધાક ધમકી આપી હતી અને રૂપિયા ૫૦ હજારની માંગણી કરી હતી. ત્યારબાદ રોકડ રૂપિયા અને સોનાની ચેઈન બળજબરીથી કઢાવી લઈને ફરાર થઈ છે.
નડિયાદ તાલુકાના મરીડા ગામે વણકરવાસમાં રહેતા વિશાલ સંજયકુમાર શાહ જેમનું મરીડા બસ સ્ટેન્ડન પાસે ક્લિનિક આવેલ છે. ૨૦ ફેબ્રુઆરીએ ક્લિનિક માં હતા. ત્યારે રાતે નવ વાગ્યાની આસપાસ એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો અને જણાવ્યું કે મારી દીકરીને ઝાડા ઉલટી થયા છે. તમે અમારા ઘરે વિઝીટ કરવા આવો જોકે ડો. વિશાલે પહેલા તો ના પાડી હતી. પરંતુ આજીજી કરતા ડોક્ટરે હા પાડી ત્યારબાદ સામે વાળા વ્યક્તિએ નડિયાદ મરીડા રોડ પર હિંગની ફેક્ટરી પાછળ ગેટ પાસે આવી ફોન કરવા ડોક્ટરને જણાવ્યું હતું. ડાકોર ત્યાં પહોંચ્યા ત્યારે બે ઈસમો હાજર હતા જેમણે જણાવ્યું કે તારો ડોક્ટરનો ધંધો સારો ચાલે છે તું સારું કમાણી કરે છે જેથી જૈમીન પરમારે તારા વિરૂધ્ધમાં જે કેસ કરેલા તેના ખર્ચાના પૈસા તારી પાસે લેવા મને કહેલ છે. જેથી તારે રૂપિયા ૫૦ હજાર જૈમીન પરમારને આપવા પડશે તેમ કહ્યું હતું. ત્યારબાદ બંને લોકો ડોક્ટરને જાપોટ મારી દીધી હતી અને ફેટ પકડી પૈસાની માંગણી કરતા અને તારી પાસે હાલમાં જેટલા નાણાં હોય તો તું અમને આપી દે તેમ કહી રોકડ રૂપિયા અને ગળામાં પહેરે સોનાની ચેઈન કઢાવી દીધી હતી. ત્યારબાદ ડો. વિશાલ શાહ ત્યાંથી રવાના થઈ ગયા હતા. જોકે પછી ઘણા ડરેલા અને ભવિષ્યમાં પણ માથાભારે ઈસમો ફરીથી પૈસા પડાવશે તેમજ તેમના ક્લિનિકને નુકસાન પહોંચાડશે તેવી ભીતિથી ડોક્ટરે ગઇકાલે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશને જૈમીન સુરેશભાઈ પરમાર (રહે.મરીડા) અને અજાણ્યા ૨ ઇસમો એમ કુલ ત્રણ સામે ફરિયાદ નોંધાવી છે.

