નડિયાદમા ક્રિકેટ એસોસિયેશન દ્વારા ફાસ્ટ બોલર પ્રતિભા શોધ કાર્યક્રમનું આયોજન કરાયું
નરેશ ગનવાણી નડિયાદ
ગુજરાત ક્રિકેટ એસોસિએશન અને ખેડા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે નડિયાદમાં જે એન્ડ જે સાયન્સ કોલેજ પાછળના ગોકલદાસ પટેલ સ્ટેડિયમ ખાતે ફાસ્ટ બોલર ટેલેન્ટ સર્ચ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ વયજૂથના ૧૭૫ યુવાનોએ ભાગ લીધો હતો. યુવાનોને બે કેટેગરીમાં વહેંચવામાં આવ્યા હતા. જુનિયર અને સિનિયર કેટેગરીમાં ૧૬ વર્ષથી ૧૯ વર્ષ અને તેથી વધુ અને ૧૯ વર્ષથી ૨૫ વર્ષ સુધીના સિનિયર કુલ ૧૭૫ ખેલાડીઓએ ભાગ લીધો હતો. માત્ર ક્રિકેટ પ્રેમીઓ જે રમવા માંગે છે અને વાસ્તવિક પ્રતિભા ધરાવે છે. તે લોકોની પસંદગી કરવામાં આવી છે. આ પ્રતિભા શોધનો હેતુ નાના ગામડાઓ અને શહેરોમાં હાજર પ્રતિભાઓને આગળ લાવવાનો છે. આગામી દિવસોમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.