નડિયાદની મોટી કેનાલમાં પરણિતાએ અગમ્ય કારણોસર ઝંપલાવતાં ચકચાર
નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદ કોલેજ રોડ પર આવેલી કેનાલમાં પરિણીતાએ નેહરમા પડતું મુક્યું હતું. આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડે કરતા ટીમ સ્થળ ઉપર પહોંચીને તપાસ હાથ ધરી છે.
અમદાવાદમાં રહેતી યુવતી પારૂલબેનના લગ્ન એક વર્ષ અગાઉ ઉત્તરસંડા ખાતે રહેતા રાહુલભાઈ સાથે થયા હતા. રાહુલભાઈ અને તેમની પત્ની પારૂલને લઈને નડિયાદ ફરવા આવ્યા હતા. આ દરમિયાન કોઈ બાબતને લઈને પારૂલબેનને મનમાં લાગી આવતાં તેઓએ કોલેજ રોડ પર આવેલ કેનાલમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. આ ઘટનાની જણ નડિયાદ ફાયર બ્રિગેડને કરવામાં આવતાં ટીમે સ્થળ પર પહોંચી કેનાલના પાણીમાં પરણિતાની શોધખોળ હાથ ધરી છે. પરિવારજને જાણ થતાં સ્થળ પર પહોંચી ગયા હતા. અને કેનાલના પાણીમાં પરણિતાની શોધખોળ કરવામાં આવી હતી. પારૂલબેને ક્યા કારણસર કેનાલમાં ઝંપલાવ્યું તેને લઈને હજીસુધી કોઈ કારણ સ્પષ્ટ થયું નથી.
