ફતેપુરા તાલુકાના હિન્દોલીયાથી ઇંગ્લિશ દારૂ સહિત રૂપિયા 1,39,820 નો મુદ્દા માલ કબજે કરતી સુખસર પોલીસ.
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા તાલુકાના હિન્દોલીયાથી ઇંગ્લિશ દારૂ સહિત રૂપિયા 1,39,820 નો મુદ્દા માલ કબજે કરતી સુખસર પોલીસ*
સુખસર પોલીસ દ્વારા ઇંગ્લિશ દારૂ- બિયરની બોટલ નંગ 469 તથા દારૂની હેરાફેરીમાં વપરાતી 2 મોટર સાયકલ કબજે કરી બુટલેગર સામે ગુનો દાખલ કરાયો
નાયબ પોલીસ મહા નિરીક્ષક આર.વી.અસારી પંચમહાલ રેન્જ તથા પોલીસ અધિક્ષક ડૉ.રાજદીપસિંહ ઝાલા દાહોદના ઓએ જિલ્લામાં ચાલતી પ્રોહી જુગારની પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવવા સારું બુટલેગરો તેમજ ગેરકાયદેસર દારૂના પરિવહન તથા સંગ્રહ કરતા ઇસમો ઉપર પરિણામ લક્ષી કામગીરી કરવા સૂચના આપેલ.જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક ડી.આર.પટેલ ઝાલોદ સી.પી.આઈ એચ.સી.રાઠવાના ઓના સીધા માર્ગદર્શન અને સુચના હેઠળ સુખસર પોલીસ સ્ટેશન પી.એસ.આઇ જી.બી.ભરવાડ તથા પોલીસ સ્ટાફના માણસોએ પ્રોહીબિશનનો ગણના પાત્ર કેસ શોધી કાઢવામાં સફળતા મેળવી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના આફવા ગામના મહેશ વીરસીંગભાઇ વળવાઈના ઓએ હિન્દોલીયા ગામે પાણીના ટાંકા પાસે ઇંગ્લિશ દારૂનો જથ્થો પોતાની અંગત દેખરેખ હેઠળ ભારતીય પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂનો જથ્થો વેચાણ કરવા માટે પ્રોહિ પ્રતિબંધક એરિયામાં ગેરકાયદેસર રીતે ઇંગ્લિશ દારૂ રાખી વેચાણ કરતો હોવા બાબતે મળેલ બાતમીના આધારે બાતમી વાળી જગ્યાએ પંચોને હાજર રાખી સુખસર પોલીસે રેઇડ કરતાં બુટલેગર ઇંગલિશ દારૂની બોટલો તથા બે મોટર સાયકલો મૂકી સ્થળ ઉપરથી ફરાર થઈ ગયો હતો.જ્યારે ઇંગ્લિશ દારૂ તથા બિયર ની તપાસ કરતા પતરાની કિંગફિશર ટીન બિયરની બોટલ નંગ 192 કિંમત રૂપિયા 23040 તથા કંટીકલ્બ બોટલ નંગ 90 ની કિંમત રૂપિયા 7830 તથા મેકડોવેલ્સ બોટલ નંગ 48 જેની કિંમત રૂપિયા 6960 તથા રોયલ સ્ટેજ ડીલક્ષ વિસ્કીની બોટલ નંગ 79 કિંમત રૂપિયા 13,430 તથા ઓફિસર ચોઈસ ક્લાસિક વિસ્કી ની બોટલ નંગ 48 ની કિંમત રૂપિયા 5280 તેમજ રોયલ સ્ટેજ �