ફતેપુરા નગરમાં મુસ્લિમ સમાજનો બે દિવસ નો ઈજતેમા યોજાયો
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા નગરમાં મુસ્લિમ સમાજનો બે દિવસ નો ઈજતેમા યોજાયો
ઝાલોદ સંજેલી અને ફતેપુરાના આશરે 3000 જેટલા મુસ્લિમ ભાઈઓએ ઈજતેમા માં સામેલ થયા
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ઉખરેલી રોડ પર શ્રી આઈ કે દેસાઈ સ્કૂલના સામે મુસ્લિમ સમાજનો બે દિવસનો ઈજતેમાં યોજમાં આવેલ હતો જેમાં સંજેલી ઝાલોદ અને ફતેપુરાના 3000 જેટલા મુસ્લિમ ભાઈઓએ ઈજતેમા મા સામેલ થયા હતા ગોધરાથી મૌલાના શરીફ ભાઈ ઈસ્માઈલભાઈ પટેલ મોલાના શેખ નઈમભાઈ મૌલાના સરફરાજ ભાઈ ના બયાન નો લાભ મુસ્લિમ સમાજ લીધેલ હતો ઈજતેમા મા રહેવા માટે તેમજ જમવાની તથા મેડિકલ અને પાણીની સેવા પૂરી પાડવામાં આવી હતી ફતેપુરા ના મુસ્લિમ સમાજ અને સમાજના નવ યુવાન દ્વારા ઈજતેમા સફળ બનાવવા માટે રાત દિવસ મહેનત કરી હતી આજે ઈજતે માં નો છેલ્લો દિવસ હોય દુઆબાદ ઈજતેમાં પૂર્ણ કરવામાં આવ્યો હતો ફતેપુરા પીએસઆઇ તડવી દ્વાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો