નડિયાદની કોલેજમાં શિક્ષણ વિભાગ દ્વારા ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું

નરેશ ગનવાણી નડિયાદ

ગુજરાત સરકારનાં શિક્ષણ વિભાગ દ્વારા પ્રાયોજીત ભરતી મેળાનું આયોજન નડિયાદની જે એન્ડ જે કોલેજ ઓફ સાયન્સ માં ખેડા અને મહીસાગર જીલ્લાની કોલેજોના વિધાર્થીઓ માટે રોજગાર
ભરતી મેળાનું  આયોજન કરવામાં આવ્યું હતું. ધ નડીઆદ એજ્યુકેશન
સોસાયટીનાં પ્રમુખ ભૂપેન્દ્રભાઈ બી. દેસાઈ તથા ખજાનચી પરષોતમભાઇ પટેલ તથા કોલેજ ના આચર્ય ડો.એ.એમ. પટેલ અને પ્લેસમેન્ટ કો-ઓંડીનેટર ડો.એસ.ડી.પટેલ નાં હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું, આ શુભ પ્રસંગે જે એન્ડ જે કોલેજ ઓફ સાયન્સનાં સમગ્ર સ્ટાફ પરીવાર તથા વિવિધ કોલેજોનાં આચાર્ય ઓ અને અન્ય હોદેદારો હાજર રહ્યા હતા. ઉપરોક્ત ભરતી મેળામાં ૩૦ કંપનીઓનાં પ્રતિનિધિઓ ૨૩ કોલેજોના નોકરી ઈચ્છુક વિધાથીઓ એ ભાગ લીધો હતો.કુલ ૨૫૦૦ વિધાર્થીઓએ ભરતી મેળા માટે આગોતરૂ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું
જે માંથી ૧ હજાર વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. કોલેજ તફથી સ્પોટ રજીસ્ટ્રેશનની પણ વ્યવસ્થા કરવામાં આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!