ઝાલોદ તાલુકાના લીમડી અને ચાકલીયા મુકામે થી 367600 નો વિદેશી દારૂનો મુદ્દામાલ ઝડપી પાડતી પોલીસ.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
ઝાલોદ તાલુકાના લીમડી અને ચાકલીયા મુકામે થી 367600 નો વિદેશી દારૂનો મુદ્દામાલ ઝડપી પાડતી પોલીસ
ઝાલોદ તાલુકાની ચાકલીયા પોલીસ પેટ્રોલીંગમા હતી તે દરમ્યાન બાતમી મળેલ હતી કે મધ્યપ્રદેશ થી ચાકલીયા ચેક પોસ્ટ તરફ એક બોલરો ગાડી જેનો નંબર GJ-17-CE-6274 વિદેશી દારૂનો જથ્થો ભરીને લાવી રહેલ છે. આ બોલેરો ગાડી આવતા પોલીસ દ્વારા રોકતા ડ્રાઇવર નાસી જવાની કોશિશ કરતા તેને પોલીસ દ્વારા પકડી પાડવામા આવેલ હતો. બોલરો ગાડીના ચાલક રમેશ મડીયા નીનામા ( થાંદલા, મધ્ય પ્રદેશ ) ની પૂછપરછ કરી ગાડીની તપાસ કરાતા ગાડીમાંથી 60480 નો વિદેશી દારૂ મળી આવેલ હતો. બોલેરો ગાડી જેની કિંમત 250000 થઈ કુલ 310480 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડવામાં ચાકલીયા પોલીસને સફળતા મળી હતી. ચાકલીયા પોલીસ દ્રારા વધુ તપાસ કરાતા આ જથ્થો પારેવા ગામના દિવાન ઈસ્માઇલ હઠીલાને ત્યાં વિદેશી દારૂ લઈ જવામાં આવનાર હતો. ચાકલીયા પોલીસ દ્વારા બંને ઈસમો પર ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરેલ છે. બીજા એક બનાવમાં લીમડી પોલીસને એક જ્યુપિટર ગાડી GJ-20-BB-3871 ના ચાલક વીરકા હીરકા બારીયા ( મુનખોસલા) જે ઝાલોદ તરફ થી આવી વરોડ મુકામે જવાની માહિતી મળેલ હતી તે ગાડી આવતા પોલીસ દ્વારા રોકવામા આવતા આ ગાડી માથી 27120 નો વિદેશી દારૂ અને 30000ની જ્યુપિટર ગાડી થઈ કુલ 57120 નો મુદ્દામાલ ઝડપી પાડવામા લીમડી પોલીસને સફળતા મળેલ હતી.