મોડાસા રોડ પર અકસ્માતમાં એકનું મોત જ્યારે પાંચને ઇજાઓ પહોંચી

નરેશ ગનવાણી નડિયાદ

કપડવંજ પાસે મોડાસા રોડ પર  પેસેન્જર ભરેલી પિયાગો રીક્ષાને પાછળથી કારે ટક્કર મારી હતી. જેથી રીક્ષા  બાજુમાં આવેલી ગટરમાં પડી હતી. આ અકસ્માતમાં એક મહિલા પેસેન્જરનુ મોત નિપજ્યું છે. જ્યારે પાચથી વધુ પેસેન્જરોને ઈજા પહોંચી છે. આ બનાવ મામલે કપડવંજ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

કઠલાલના લાડવેલ ગામે રહેતા  બુધાભાઈ કાળાભાઈ પરમાર પોતાની પત્ની કાંતાબેન અને  માતા રૂપાબેન સાથે પોતાના સંબંધીના સરવાણીમાં  ગયા હતા. સાંજે  ત્રણેય લોકો પિયાગો રીક્ષામાં પરત ઘરે આવતા હતા. ત્યારે કપડવંજ મોડાસા રોડ ઉપર ઘઉઆ પાટીયા પાસે ઉપરોક્ત પીયાગો રિક્ષાને કોઈ અજાણી કારે પાછળથી ટક્કર મારી હતી. જેના કારણે પિયાગો રીક્ષા હવામાં ફંગોળાઈ રોડની બાજુમાં આવેલ ગટરમાં પડી હતી. આ અકસ્માતમાં રીક્ષામાં બેઠેલા બુધાભાઈ કાળાભાઈ પરમાર, કાંતાબેન સહિત પાંચ પેસેન્જરોને શરીરે નાની મોટી ઈજાઓ પહોંચી હતી.

જ્યારે  રૂપાબેન કાળાભાઈ પરમારનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. આ ઘટનામાં ઘાયલ તમામ મુસાફરોને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે કપડવંજની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ સંદર્ભે બુધાભાઈ કાળાભાઈ પરમારે અજાણ્યા  કાર ચાલક સામે કપડવંજ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે  ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: