ઝાલોદ તાલુકામાં ગરમી આવતા પહેલા કમોસમી માવઠાથી વાતાવરણમાં ઠંડક.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
ઝાલોદ તાલુકામાં ગરમી આવતા પહેલા કમોસમી માવઠાથી વાતાવરણમાં ઠંડક : દિવસભર ઠંડી હવા ચાલતી રહી કમોસમી માવઠાથી ખેડૂતોમાં દોડધામ : તેમના તૈયાર પાકને નુકસાન
ઝાલોદ તાલુકામાં 02-03-2024 શનિવારની સમી સાંજે વાતાવરણમા અચાનક પલ્ટો જોવા મળ્યો હતો. તેમજ વાતાવરણ વાદળછાયું બની ગયેલ હતું. રાત્રિના અંદાજીત 10 વાગ્યાના સમય દરમ્યાન કમોસમી વરસાદ પણ પડેલ હતો તેના લીધે વાતાવરણમાં ઠંડક છવાઈ ગયેલ હતી અને સુસવાટા વાળો પવન ફૂંકાવા લાગ્યો હતો. ઠંડી જતી રહેતા લોકોએ ગરમ વસ્ત્રો અવેરીને મૂકી દીધેલ હતા અચાનક વાતાવરણમા ઠંડકને લઇ ગરમ વસ્ત્રો પાછા કાઢવાની લોકોને જરૂર પડી હતી.
વાતાવરણમાં આવેલ અચાનક બદલાવ અને કમોસમી માવઠાને લઈ ખેડૂત વર્ગ ચિંતાતુર જોવા મળ્યો હતો. ખેડૂત વર્ગનો તૈયાર ઉભો પાક અચાનક પડેલા વરસાદી માવઠાને લઈ નુકશાન થયેલ હોવાની શકયતાઓ જોવાઈ રહેલ છે તેમજ સુસવાટા મારતો ઠંડા પવનને લઇ ખેતી કરતા ખેડૂત વર્ગ ચિંતાતુર જોવા મળ્યો હતો. અમુક વિસ્તારોમાં બરફના કરા પડ્યા હોવાનું માલુમ પડેલ છે. લગ્ન પ્રસંગનો માહોલ ચાલતો હોઈ અચાનક પડેલ કમોસમી વરસાદને લઈ લગ્ન પ્રસંગ કરતા પરિવારોમા પણ દોડધામ થઈ ગયેલ હતી.
