ઝાલોદ નગરની લીમડી પોલીસ દ્વારા પીકઅપ ગાડી સહિત 178560 રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડયો.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
ઝાલોદ નગરની લીમડી પોલીસ દ્વારા પીકઅપ ગાડી સહિત 178560 રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડયો
તારીખ 02-03-2024 ના રોજ વહેલી સવારે 6.45 વાગ્યાના અરસામાં લીમડી પોલીસ પેટ્રોલીંગમા હતી. તે સમયે લીમડી નગરના પી.એસ.આઇ વી.જી.ગોહેલને બાતમી મળેલ હતી કે એક પીકઅપ ગાડી જેનો નંબર GJ-16-AU-7136 ગેરકાયદેસર દારૂ ભરી ડુંગરી ગામ તરફથી આવી લીમખેડા બાજુ જવાનો છે. તે આધારે લીમડી પોલીસ દ્વારા સચોટ માહિતીને આધારે ચેકીંગ હાથ ધર્યું હતું અને માહિતી મુજબનું વાહન આવતા તેને રોકવા પ્રયત્ન કર્યો પરંતુ પીકઅપ ગાડીના ચાલક દ્વારા તેને ઝડપભેર હંકારી લઈ ગયેલ હતી. પોલીસ દ્વારા તેનો પીછો કરતાં ચાલક રસ્તામાં એક વળાંક પર પીકઅપ ગાડી છોડી નાસી ગયેલ હતો. સદર ગાડીની તપાસ કરતા પોલીસને તેમાંથી વિદેશી દારૂનો મુદ્દામાલ મળી આવેલ હતો. લીમડી પોલીસ દ્વારા ઈ.ગુજકોપ ઓનલાઈન સર્ચ કરાતા આ ગાડી ડામોર ચંપકલાલ લાલસીંગભાઈ ( મઘાનીસર, ઝાલોદ ) ની હોવાનું માલુમ પડેલ હતું. પોલીસ દ્વારા પીકઅપ ગાડી પોલીસ સ્ટેશનમાં લઈ જઈ તપાસ કરાતા આ ગાડી માથી કુલ 59 બિયરની પેટી જેમાં કુલ બોટલ 1968 નંગ જેની કિંમત 178560 નો વિદેશી દારૂ ઝડપી પાડેલ હતો અને પીકઅપ ગાડીની કિંમત 600000 રૂપિયા થઈ કુલ 778560 નો મુદ્દામાલ ઝડપી પાડવામાં લીમડી પોલીસને સફળતા મળેલ હતી.