કઠલાલમાં બંધ મકાનને તસ્કરોએ ટાર્ગેટ કરી ચોરીને અંજામ આપ્યો હતો
નરેશ ગનવાણી નડિયાદ

પરિવાર ચોટીલા બાધા કરવા ગયો અને તસ્કરોએ કુલ રૂપિયા ૨.૯૦ લાખની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ ચોરીને ડિસેમ્બર માસમાં તસ્કરોએ અંજામ આપ્યો હતો. જોકે જે તે સમયે મકાન માલિકે ફરિયાદ નોંધાવી ન હતી. પરંતુ ચોરીમાં અગત્યના ડોક્યુમેન્ટ ગયા હતા મકાન માલિકને ભાન આવતાં ગઇ કાલે કઠલાલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
કઠલાલ શહેરમાં સરસ્વતી હાઇસ્કુલ સામે ગાયત્રેશ્વરી પોળમાં જીતેન્દ્રકુમાર ઉર્ફે જીગો અમૃતલાલ વાળંદ જે ગુજરાત વાહન વ્યવહાર વિભાગમાં ફોરમેન તરીકેની નોકરી કરે છે. ૨૪ ડિસેમ્બર ૨૦૨૩ના જીતેન્દ્રકુમાર ઉર્ફે જીગો ઘરના સભ્યો સાથે મકાન બંધ કરી ચોટીલા બાધા કરવા માટે ગયા હતા. દરમિયાન તસ્કરોએ મકાનમાંથી રોકડ રૂપિયા ૧.૫૦ લાખ, સોના ચાંદીના દાગીના, આને અગત્યના ડોક્યુમેન્ટ
સહિત કુલ રૂપિયા ૨ લાખ ૮૯ હજાર ૫૦૦ના મત્તાના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. બીજા દિવસે આ ઘટનાની જાણ જીતેન્દ્રકુમારના બનેવીએ જીતેન્દ્રકુમારને જાણ કરી હતી. જીતેન્દ્રકુમાર ઘરે આવતા જોયું તો ઘરનો સરસામાન વેરવિખેર પડ્યો હતો અને ઘરમાંથી મોટી ચોરી થઈ હોવાનું ધ્યાને આવ્યું હતું. પરતુ જે તે સમયે જીતેન્દ્રકુમારએ પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. પરંતુ ચોરીમાં અગત્યના ડોક્યુમેન્ટ ગયા હોવાનુ ભાન આવતાં ગઇ કાલે કઠલાલ પોલીસમાં તેઓએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
