નડિયાદમાં હોસ્પિટલ સામે પાર્ક કરેલી કારમાં આગ લાગતાં દોડધામ મચી ગઇ
નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદમાં પાર્ક કરેલ કારમાં આગ લાગતાં નાસભાગ મચી ગઇ હતી. ઘટનાની જાણ નડિયાદ ફાયર વિભાગને થતાં પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવી લીધો હતો. આ બનાવમાં કોઈ જાનહાનિ સર્જાઈ નહોતી.
નડિયાદમાં રબારીવાડ વિસ્તારમાં રવિવારની રાત્રે પાર્ક કરેલ કારમાં અચાનક આગ લાગી હતી. કારના માલિક ત્રાજ ગામથી નડિયાદમાં હોસ્પિટલમા પોતાના સંબંધીની ખબર જોવા આવ્યા તે દરિમયાન હોસ્પિટલ સામે પાર્ક કરેલ કારમાં આગ લાગી હતી. ઘટનાની જાણ નડિયાદ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ બનાવ સ્થળે પહોંચી ગઇ હતી અને કારના બોનેટના ભાગે લાગેલ આગને પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવ્યો હતો. ફાયર વિભાગના જયેશભાઇ જણાવ્યું કે કારની અંદર કોઈ ન હતું કાર પાર્ક કરેલ હતી તેથી કોઈ જાનહાનિ થઈ નથી. આગ લાગતાં આ વિસ્તારમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. જોકે કાર સંપૂર્ણ બરીને ખાખ થઇ ગઇ હતી.
