નડિયાદ પાસે નેશનલ હાઈવે પર અકસ્માતમાં બે લોકોના કરૂણ મોત નિપજયા
નરેશ ગનવાણી નડિયાદ
હાઇવે પર ટ્રક ચાલકે પીજ ચોકડી બ્રીજ પાસે લાકડા ભરેલા ટ્રેક્ટરની પાછળ અથડાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રેક્ટર ચાલક અને ક્લીનરનુ ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યું છે. આ બનાવ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
નડિયાદ નજીકના પીજ ચોકડી પાસેથી પસાર થતા નેશનલ હાઈવે નંબર ૪૮ પર પીજ ચોકડીના બ્રીજ પાસે સોમવારે વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. જેમાં હાઈવેના પીપલગ ચોકડી તરફથી નડિયાદ તરફ આવી રહેલ ટ્રક ના ચાલકે આગળ જઈ રહેલ એક લાકડા ભરેલા ટ્રેક્ટરની ટ્રોલી સાથે ટ્રક અથડાવી હતી. જેના કારણે ટ્રેક્ટર ટ્રોલીથી છુટુ પડી ગયુ હતુ અને લાકડા ભરેલ ટ્રોલી રોડ પર જ ઉથલી પડી ગઈ હતી. જ્યારે ટ્રેક્ટર ચાલક અને ટ્રેકટર પર બેઠેલા અન્ય એક ઈસમને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા બંન્નેના ઘટના સ્થળે કરૂણ મોત નિપજયાં હતાં. આ ઘટનની જાણ પોલીસને થતા નડિયાદ પશ્ચિમ પોલીસ અને વસો પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અક્સ્માતની જાણ થતાં ૧૦૮ એમ્બ્યુલન્સ અને હાઇવે પેટ્રોલિંગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. આ ગમખ્વાર અકસ્માત બાદ ટ્રક ચાલક પોતાની ટ્રક હાઈવે પર મૂકીને નાસી ગયો હતો. પોલીસે મૃતકોની ઓળખ કરવા કવાયત હાથ ધરી છે.

