પોલીસે કારમાંથી રૂપિયા ૨.૫ લાખનો વિદેશી દારૂ સાથે એકની અટકાયત
નરેશ ગનવાણી નડિયાદ
સ્ટેટ મોનિટરીંગ સેલએ આતરસુબા પોલીસ સ્ટેશનની હદમાંથી કારમાંથી દારૂ પકડ્યો છે. આ બનાવમાં કાર ચાલકની ધરપકડ કરાઈ છે. જ્યારે ત્રણ આરોપીઓ વોન્ટેડ જાહેર થયા છે. પોલીસે કાર તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા ૭.૧૨ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
રાજ્યની સ્ટેટ મોનિટરીંગ સેલ પોલીસે બાતમીના આધારે ખેડા જિલ્લાના આંતરસુબા પોલીસ સ્ટેશનની હદમાં જુનાબોભા ગામ પાસે વાત્રક નદીના બ્રીજ પર પસાર થતી એક કારને શંકાના આધારે રોકી. પોલીસે કાર ચાલકની પુછપરછ કરતા તેણે પોતાનું નામ રાજુ દોલારામ ડામોર (રહે.રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું. પોલીસે કારની તલાસી લેતાં કારમાંથી વિદેશી દારૂની નાનીમોટી બોટલો કુલ ૧૧૫૮ કિંમત રૂપિયા ૨ લાખ ૫ હજાર ૮૭૬ની મળી આવતા પોલીસે ચાલકની અટકાયત કરી હતી. પોલીસે વધુ પુછપરછ કરતા કાર ચાલકે જણાવ્યું આ વિદેશી દારૂનો જથ્થો ગોમા ડામોર અને રાજેન્દ્ર નામના વ્યક્તિએ ભરી આપેલ હતો. પોલીસે ચાલકની સાથે આ બે ઈસમો અને કાર માલિક મળી કુલ ચાર લોકો સામે પ્રોહિબીશનનો ગુનો આતરસુબા પોલીસ સ્ટેશને દાખલ કરાવ્યો છે. અને વોન્ટેડ ત્રણેયને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.