ઝાલોદના કંબોઇઘામ ખાતે નારી શક્તિ વંદના કાર્યક્રમ ધારાસભ્ય મહેશ ભૂરીયાના અધ્યક્ષ સ્થાને યોજાયો.
પંકજ પંડિત
તાલુકો : ઝાલોદ
જિલ્લો : દાહોદ
ઝાલોદના કંબોઇઘામ ખાતે નારી શક્તિ વંદના કાર્યક્રમ ધારાસભ્ય મહેશ ભૂરીયાના અધ્યક્ષ સ્થાને યોજાયો
ભાજપના યશશ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે (વર્ચ્યુઅલ માધ્યમથી) અને લોકપ્રિય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતમાં 13 હજાર થી વધુ સ્વ-સહાય જૂથની 1 લાખ 30 હજાર થી વધુ મહિલાઓને રૂ.250 કરોડ થી વધુની વિવિધ સહાયનો ‛‛નારી શક્તિ વંદના’’ કાર્યક્રમ ઝાલોદ વિધાનસભામાં મહેશભાઈ ભુરીયાની અધ્યક્ષતામાં યોજાયો.
આ કાર્યક્રમમાં ઝાલોદનાં ગુરુ ગોવિંદ ધામ-કંબોઈ ખાતે લોકપ્રિય ધારાસભ્ય મહેશભાઈ ભુરીયા ઉપસ્થિત રહી સૌ બહેનોને સહાયના ચેક વિતરણ કર્યા હતા.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય લલીતભાઈ ભુરીયા, કૃષ્ણરાજ ભુરીયા, સુનિલભાઈ હઠીલા,કારોબારી ચેરમેન નિલેશભાઈ પરમાર,ટી.ડી.ઓ ઝાલોદ,તાલુકા પંચાયતના સદસ્યો ,વિવિધ ગામના સરપંચો ,પાર્ટીના હોદ્દેદારો,કાર્યકર્તાઓ અને બહોળી સંખ્યાના સૌ માતાઓ-બહેનો ઉપસ્થિત રહ્યેલ હતા.

