કે. આર. દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ ઝાલોદમાં મ્યુઝિકલ મોર્નિંગનું આયોજન કરવામાં આવ્યું.
પંકજ પંડીત ઝાલોદ
કે. આર. દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ ઝાલોદમાં મ્યુઝિકલ મોર્નિંગનું આયોજન કરવામાં આવ્યું.
ઝાલોદ વિદ્યા સમાજ ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી કે. આર. દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ ઝાલોદમાં કોલેજમાં મ્યુઝિકલ મોર્નિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. તેમાં કૉલેજના એન. સી. સી., એન. એસ. એસ. સહિત તમામ વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા ગીતોની સુંદર પ્રસ્તુતિ કરવામાં આવી હતી. જેમાં પ્રથમ ક્રમે યુવરાજ વસૈયા, બીજા ક્રમે અભય પ્રજાપતિ અને ત્રીજા ક્રમે સરસ્વતી હરિજન આવ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન ડૉ. એ. આર. મોદી, ડૉ. વાય. પી ઝાલા, ડૉ. એસ. જે ચૌધરી, ડૉ. એ. એન. પાદરીયા દ્વારા કરવામાં આવ્યું. તેમજ આ કાર્યક્રમમાં ડૉ. ડી. સી. યાદવ, ડૉ. આર. ડી. કપુરી અને ડૉ. બી. એમ. ગોહિલએ નિર્ણાયક તરીકેની ભૂમિકા ભજવી હતી. કૉલેજના પ્રિન્સિપાલ મધુકરભાઈ પટેલ દ્વારા તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. ઉપરાંત કોલેજના તમામ સ્ટાફ મિત્રો બધા વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી.