મંત્રી શ્રી બચુભાઇ ખાબડે ધાનપુરના કંજેટા ખાતે તૈયાર નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું કર્યું લોકાર્પણ.
અજય સાસી
મંત્રી શ્રી બચુભાઇ ખાબડે ધાનપુરના કંજેટા ખાતે તૈયાર નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું કર્યું લોકાર્પણ.
આરોગ્ય કેન્દ્રના પ્રારંભથી આસપાસના ૧૦ ગામોની ૨૦ હજારથી વધુની વસ્તીને તમામ અદ્યતન સુવિધાઓ સાથેની આરોગ્ય સેવાઓ પ્રાપ્ત થઈ.
છેવાડાના ગ્રામ્ય વિસ્તારોમાં પાયાની આરોગ્ય સુવિધાઓ પ્રાપ્ત થાય એ માટે સરકાર પ્રતિબદ્ધ – મંત્રી બચુભાઇ ખાબડ
મંત્રી બચુભાઇ ખાબડે ધાનપુરના કંજેટા ખાતે નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું આજે લોકાર્પણ કર્યું હતું. આરોગ્ય કેન્દ્રના પ્રારંભથી આસપાસના ૧૦ ગામોની ૨૦ હજારથી વધુની વસ્તીને તમામ અદ્યતન સુવિધાઓ સાથેની આરોગ્ય સેવાઓનો જનસામાન્યને લાભ મળશે. મંત્રી બચુભાઇ ખાબડે જણાવ્યું કે, છેવાડાના ગ્રામ્ય વિસ્તારોમાં પાયાની આરોગ્ય સુવિધાઓ પ્રાપ્ત થાય એ માટે સરકાર પ્રતિબદ્ધ છે. ધાનપુરના કંજેટા ખાતે નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તમામ અદ્યતન આરોગ્ય સુવિધા સાથે આજે પ્રારંભ થયો છે. આસપાસના ૧૦ ગામોની ૨૦ હજારથી વધુની વસ્તીને આરોગ્ય સુવિધા મળશે. તેમણે જણાવ્યું કે, જિલ્લાના તમામ અંતરિયાળ વિસ્તારો ખાતે પાયાની આરોગ્ય સેવાનો પ્રસાર થયો છે. દાહોદ જિલ્લામાં ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ નિદાન સારવાર સહિતની સેવાઓ નિશુલ્ક મેળવી રહી છે.આ કાર્યક્રમમાં જીલ્લા પંચાયત સભ્ય ઓ પંચાયત સભ્યઓ સરપંચશ્રી તથા ગ્રામ જનો અને અઘિકારી ઓ કર્મચારીઓને ઉપસ્થિત રહ્યા હતા.