રાજપૂત સેવા સમાજ અને કોંગ્રેસ સેવાદળના હોદ્દેદારો ભાજપમાં જોડાયા
નરેશ ગનવાણી નડિયાદ
આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષી જિલ્લા અને રાજ્યભરમાં રાજકિય ચહલ પહલ તેજ બની છે.પ્રદેશ કક્ષાએ અને જિલ્લા સ્તર પર કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાવાનો સિલસિલો જારી છે.ત્યારે બુધવારે નડિયાદ કમલમમા ગુજરાત કોંગ્રેસ સેવાદળના પ્રમુખ વિજયભાઈ જીવાભાઈ પટેલ અને કઠલાલતાલુકા કોંગ્રેસ સેવાદળના પ્રમુખ રાયસિંગભાઈ પરમારે કોંગ્રેસને છોડી ભાજપમાં જોડાયા હતા.કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુંસિંહ ચૌહાણ,ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ સહિત હોદ્દેદારોએ બંનેને ભાજપનો ખેસ ધારણ કરાવી પાર્ટીમાં આવકાર્યા હતા.આ ઉપરાંત ગુજરાત રાજપૂત સેવા સમાજના વિજયસિંહ મહિડા અને તેમના સમર્થકોએ ભાજપમાં જોડાઈ ભગવો ધારણ કર્યો હતો.


