રોડ પર ઉભેલા ટેન્કર સાથે ટકરાતા વૃદ્ધનુ ઘટના સ્થળે મોત નિપજ્યું

નરેશ ગનવાણી નડિયાદ

કઠલાલના દરીયાસંગના મુવાડામાં ગામના  વૃદ્ધ ઘરેથી મોપેડ લઇ કઠલાલ દવાખાને દવા લેવા જતા હતા તે સમયે રોડ પર ઉભેલા પાણી ટેન્કર સાથે ટકરાતા મોત નિપજ્યું હતું  આ બનાવ અંગે કઠલાલ પોલીસે ફરિયાદ નોંધી છે.

કઠલાલના દરીયાસંગના મુવાડા માં રહેતા મંગળભાઇ કોદરભાઇ રાઠોડ બુધવારે સવારે નવ વાગ્યાના અરસામાં વૃદ્ધ  મોપેડ પર કઠલાલ દવાખાને દવા લેવા નીકળ્યા હતા.  અમદાવાદ-ઇન્દોર હાઇવે પર આવેલા અનારા બસ સ્ટેશન નજીક હાઇવે રોડ પર પાણી છાંટવા માટે એક ટેન્કર ઉભુ હતુ. જે વૃધ્ધને ન દેખાતા ટેન્કરની પાછળ મોપેડ અથડાતા અકસ્માત સર્જાયો હતો.  ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરતા એમ્બ્યુલન્સ સ્થળ પર આવી હતી. તે સમયે એમ્બ્યુલન્સના ડોક્ટરે ચેક કરી વૃદ્ધને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મૃતકના દિકરા શંકરભાઈ મંગળભાઇ રાઠોડે કઠલાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: