નડિયાદ બ્રહ્માકુમારીઝ ભવનમાં મહાશિવરાત્રી પર્વ નું આયોજન કરવામાં આવ્યું છે
નરેશ ગનવાણી નડિયાદ
મહાશિવરાત્રીના મહાન પર્વ પર નડિયાદમાં પ્રથમવાર ક્રિસ્ટલના શિવલિંગ દર્શનનો લાભ લેવા બ્રહ્માકુમારીઝ, મહા ગુજરાત સર્કલ પાસે, કોલેજ રોડ, નડિયાદ. તારીખ ૮ માર્ચ સવારે ૬ થી સાંજે ૮ સુધી.આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે શિવની મહિમાના ભજન સ્પર્ધાનું આયોજન નડીઆદ બ્રહ્માકુમારીઝ સેવાકેન્દ્ર દ્વારા તારીખ ૯ માર્ચ ૨૦૨૪ શનિવારના રોજ બપોરે ૩:૩૦ થી ૫ કલાકે કરવામાં આવેલ છે. સર્વ ધર્મપ્રેમી જનતાને તેનો લાભ લેવા ઈશ્વરીય નિમંત્રણ છે. તેમજ નડિયાદ નગરમાં ઠેક ઠેકાણે ભજન મંડળોને આમંત્રણ આપવામાં આવે છે કે તેઓ પોતાના ભજન મંડળને વિનામૂલ્યે ભાગ લેવા માટે મો. 9408728933 ઉપર નામ નોંધાવી શકે છે. સત્વરે ભજન મંડળોને નામ નોંધાવવા વિનંતી.