નડિયાદના ગરનાળામાં એસટી બસ અચાનક બંધ પડી જતાં ટ્રાફિક જામ સર્જાયો
નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદના શ્રેયસ ગરનાળામાં પસાર થતી એસટી બસ બંધ પડી જતાં. ડાઉન તરફના ગરનાળામાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.જોકે થોડી વારમાં જ એસટીને બહાર કાઢી દેવામાં આવતા વાહનચાલકોને રાહત મળી હતી.
નડિયાદમાં પૂર્વ અને પશ્ચિમ તરફના વાહન વ્યવહારને જોડતો શ્રેયસ ગરનાળામાં આજે શનિવારે પસાર થતી એસટી બસ અચાનક ખરાબ થઈ ગઈ હતી. જેથી પશ્ચિમમાં જવાનો રસ્તો બ્લોક થઇ ગયો હતો. બીજી તરફ અપ અને ડાઉન આમ બે માંથી એક ગરનાળામાં વાહનવ્યવહાર બંધ થઈ જતાં ટ્રાફિક જામ થઇ ગયો હતો. જોકે તુરંત ખોટકાયેલી એસટીબસને ગરનાળામાંથી બહાર કાઢવામાં આવી ત્યારે વાહનવ્યવહાર ફરી ચાલુ થઇ ગયો હતો.