દંપતિ વિદેશમાથી આવતા દિકરાને લેવા ગયા અને તસ્કરોએ મકાનમાં ચોરી કરી ફરાર થઇ ગયા
નરેશ ગનવાણી નડિયાદ

કઠલાલના મણીનગરમાં આવેલા ન્યુ ક્રિશ્ચિયન સોસાયટીમાં રહેતા દંપતિ વિદેશમાથી આવતા દિકરાને લેવા અમદાવાદ ગયા હતા. દરમિયાન અજાણ્યા શખ્સોએ વૃધ્ધના મકાનના દરવાજા નો નકુચો કાપી સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ રૂ ૧.૪૫ લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. વૃધ્ધને પાડોશીએ ફોન કરી જાણ કરી હતી.
કરતા ચોરી થઈ હોવાનું માલૂમ પડ્યુ હતુ.
કઠલાલના મણીનગરમાં આવેલ ન્યુ ક્રિશ્ચિયન સોસાયટીમાં રહેતા રવીકાંતભાઇ ક્રિશ્ચિયન નિવૃત આચાર્ય તા. ૫ માર્ચના રોજ રવીકાતભાઇ અને તેના પત્ની વિદેશથી આવતા દિકરા ને લેવા અમદાવાદ ગયા હતા. અમદાવાદમાં રહેતા નાના દિકરાને ત્યાં રોકાયા હતા. તા. ૬ માર્ચના વહેલી સવારે એરપોર્ટ પર દીકરા ને લેવા ગયા હતા. ત્યારબાદ દિકરા ને ઘરે અમદાવાદ રોકાયા હતા. તે સમયે ફળીયામાં રહેતા મહેન્દ્રભાઇએ વૃધ્ધને ફોન કરી ઘરના દરવાજાનું નકુચો કાપેલી હાલતમાં હોવાનું જણાવ્યુ હતુ. જે બાદ રવીકાતભાઇ કઠલાલ આવતા દરવાજાનું નકુચો તુટેલું હતું.
અને ઘરમાં તપાસ કરતા ઘરનો સામાન વેરવિખેર પડ્યો હતો. રૂમમાં મુકેલી તિજોરી અને કબાટ ખુલ્લા હતા. જેથી તપાસ કરતા રોકડ રૂ. ૬૩ હજાર અને સોના-ચાંદીના દાગીના રૂ. ૮૧ હજાર મળી કુલ રૂ ૧. ૪૫ લાખની મત્તાની ચોરી થઇ હતી. આ અંગે કઠલાલ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
