ઝાલોદ એસ.ટી ડેપોને ગુજરાત સરકાર દ્વારા દસ નવીન બસ ફળવાતા ધારાસભ્ય મહેશ ભૂરીયાના હસ્તે લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવાઇ
રિપોર્ટર પંકજ પંડિત
ગુજરાત સરકાર દ્વારા ઝાલોદ એસ.ટી ડેપોને નવીન 10 બસોની ફાળવણી કરવામાં આવી હતી. ડેપો મેનેજર નિલેશ મુનિયાની સુચના મુજબ નવીન આવેલ દરેક બસોને ફૂલહાર અને ફુગ્ગા દ્વારા સજાવટ કરાવવવામા આવેલ હતી. આ દરેક બસોને લીમડી મુકામે થી ધારાસભ્ય મહેશ ભૂરીયા દ્વારા પૂજા અર્ચના તેમજ નાળિયેર ફોડી જાહેર જનતા માટે મૂકવામાં આવી હતી. ધારાસભ્ય મહેશ ભૂરીયા દ્વારા નવીન બસ ચલાવતા દરેક ડ્રાઇવર અને કંડક્ટરને શુભેચ્છા આપી હતી તેમજ સલામત સવારી એસ.ટી હમારીના સૂત્રને સાર્થક કરી સલામતી રૂપે ચલાવે તેવું સૂચન આપી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવેલ હતી.
આ દસ નવીન બસોના ઉદ્ઘાટન પ્રસંગે ધારાસભ્ય મહેશ ભૂરીયા, લલિત ભૂરીયા, ડેપો મેનેજર નિલેશ મુનિયા તેમજ એસ.ટી વિભાગનો સ્ટાફ હાજર રહેલ હતો. આ બસો ઝાલોદ થી સુરત, અંબાજી, ગાંધીધામ, રાજકોટ, કાલાવાડ જેવા રૂટ પર અલગ અલગ ટાઇમ મુજબ ચાલુ કરવામાં આવેલ છે.