ખેડા પાસે બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત નિપજ્યું
નરેશ ગનવાણી નડિયાદ
ખેડા લાલી વઢી નગરીમાં રહેતા સંજયભાઈ કનુભાઇ ચૈહાણ બાઇક પર બારેજા કામ અર્થે ગયા હતા. સાંજે પરત આવતા સામેથી એક બાઇક ચાલકે અડફેટ મારતા સંજયભાઇને શરીરે ઇજાઓ થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું
ખેડા તાલુકાના લાલિ વંડી નગરીમાં રહેતા સંજય કનુભાઇ ચૈહાણ ગઇકાલે બાઇક લઇ બારેજા કામ અર્થે ગયેલ અને ત્યાથી સાંજના આશરે સાડા સાતેક વાગ્યે પરત આવતા લાલી બારેજા રોડ ઉપર
કૃષ્ણ ઇન્ડસ્ટ્રીજ સામે રોડ ઉપર સામેથી એક બાઇક ચાલક પુરપાટ ઝડપે આવતા બાઇક સાથે અથડાયો હતો. અકસ્માતમાં સંજયભાઇને માથાના ભાગે તેમજ જમણા પગે તથા જમણા હાથે ઇજાઓ થઇ હતી. જ્યારે સામે વાળા બાઇક ચાલક અને પાછળ બેઠેલા ને ઇજાઓ પહોંચી હતી.
આ બનાવની જાણ સંજયભાઈ ના મોટાભાઇ મહેશભાઈ ને થતાં તેઓ ઘટનાં સ્થળે દોડી આવ્યા હતા. અને ૧૦૮ દ્વારા સારવાર માટે અમદાવાદ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન સંજયભાનુ મોત નિપજ્યું હતું. ખેડા પોલીસે મહેશભાઈ ની ફરીયાના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.