લીમડી થી લીમખેડા જતા માર્ગ પર 15,53,500 ના વિદેશી દારૂના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડતી દાહોદ એલ.સી.બી પોલીસ.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
લીમડી થી લીમખેડા જતા માર્ગ પર 15,53,500 ના વિદેશી દારૂના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડતી દાહોદ એલ.સી.બી પોલીસ
દાહોદ જિલ્લા એલ.સી.બી પોલીસના પો.ઇ એસ.એમ.ગામેતીને બાતમી મળેલ હતી કે મધ્યપ્રદેશ થી ટાટા કંપનીની એક ટ્રક જેનો નંબર GJ-09-V-7724 આવી રહેલ છે તે મુજબ એલ.સી.બી પો.ઇ એસ.એમ.ગામેતી દ્વારા પો.સ.ઇ એમ.એલ.ડામોર અને પો.સ.ઇ ડી.આર.બારીયા તેમજ એલ.સી.બી ટીમના સ્ટાફ પેટ્રોલીંગ દરમ્યાન મધ્યપ્રદેશ થી ચાકલીયા થઈ લીમડી થી લીમખેડા જતા રસ્તા પર વોચ કરી રહેલ હતા. બાતમી વાળુ વાહન આવતા તેને રોકી તપાસ કરતા ડ્રાઇવર કેબિનના ઉપરના ભાગે તેમજ શીટના પાછળના ભાગે ચોરખાનું બનાવી તેમાં મુકેલ વિદેશી દારૂનો મુદ્દામાલ સાથે એક આરોપી રમેશ ધૂળા કટારા ( ડોક્ટરના મુવાડા, અંબાલી, ગોઘરા ) ને ઝડપી પાડેલ હતા. દાહોદ એલ.સી.બી પોલીસને પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂની કુલ 75 પેટી જેમાં 900 નંગ બોટલ જેની કિંમત 553500 નો જથ્થો તેમજ વિદેશી દારૂની હેરાફેરીમા વપરાયેલ ટ્રક જેની કિંમત 10,00,000 થઈ કુલ 15,53,500 નો મુદ્દામાલ ઝડપી પાડવામાં દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળેલ છે.