પેથાપુરના પત્રકાર અને જવેલર્સના વેપારીના કાર ઉપર પથ્થરમારો.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
*પેથાપુરના પત્રકાર અને જવેલર્સના વેપારીના કાર ઉપર પથ્થરમારો*
ઝાલોદના પેથાપુરના પત્રકાર અને જવેલર્સના વેપારી જીજ્ઞેશ પંચાલ શનિવારના રોજ દાહોદથી વાયા પાવડી એસઆરપી ગૃપથી મુંડાહેડા તરફ જતા માર્ગ ઉપર પોતાના ઘરે જય રહ્યા હતા. તે સમયે અજાણ્યા શખ્સ મોટર સાયકલ ઉપર સવાર હતા તે સમયે તેઓએ કાર ઉપર પથ્થર મારીને ભાગી ગયેલ હતા આ ઘટના બનતા જીજ્ઞેશ પંચાલ ત્યાંથી હુમલાની આશંકા લાગતા ત્યાંથી નીકળી ગયેલ અને આ ઘટના બાબતે લીમડી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરેલ. આ અગાઉ ૬ ડિસેમ્બર ૨૦૨૩માં જીગ્નેશના ઘર ઉપર તસ્કરો દ્વારા ચોરી ધાડ પાડવાનો બનાવ બાબતે લેખિતમાં ફરિયાદ ચાકલીયા પોલીસ સ્ટેશનમાં જાણ કરેલ. આ ઘટના બનતા પત્રકાર અને વેપારી ઉપર લૂંટફાટ કે જાનથી મારી નાખવાના બદઇરાદા હોઈ શકે જે અંગે આ ઘટના બનતા પેથાપુરના પત્રકાર અને વેપારી ઉપર આ પ્રકારનો બનાવ બાબતે લીમડી પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સ વિરુધમાં ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

