ફતેપુરા આર્ટસ કોલેજ માં નવીન ઓરડાઓનું ભૂમિ પૂજન તેમજ વાર્ષિક મહોત્સવ ઉજવાયો.
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા આર્ટસ કોલેજ માં નવીન ઓરડાઓનું ભૂમિ પૂજન તેમજ વાર્ષિક મહોત્સવ ઉજવાયો
દાહોદ લોકસભાના સાંસદ જશવંતસિંહ ભાભોર ની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજવામાં આવ્યો
આજ રોજ શ્રી ગુજરાત રાજ્ય અખિલ ગ્રામ્ય કબીર વિકાસ મંડળ દાસા સંચાલિત આર્ટસ કોલેજ ફતેપુરા મુકામે નવીન ૮ ઓરડા ઓનું ભૂમિપૂજન કાર્યક્રમ કર્યો તેમજ આર્ટસ કોલેજ ખાતે વાર્ષિક મહોત્સવ ૨૦૨૪ કાર્યક્રમ યોજાયો જેમાં ઉપસ્થિત દાહોદ જિલ્લાના લોકલાડીલા સાંસદ જશવંતસિંહ ભાભોર સાહેબ તેમજ ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય રમેશભાઈ કટારા ,દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શંકરભાઈ આમલીયાર , તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી કાર્યકર્તા ચુનીલાલ ચરપોટ પૂર્વ જિલ્લા પંચાયતના સભ્ય ડોક્ટર અશ્વિનભાઈ પારગી આર્ટસ કોલેજ ફતેપુરાના આચાર્ય ચરપોટ તાલુકા પંચાયત સભ્યશ્રીઓ ,જિલ્લા પંચાયત સભ્યશ્રીઓ, સંગઠન પાર્ટીના વરિષ્ઠ હોદ્દેદાર શ્રી ઓ કાર્યકર્તા શ્રીઓ, તમામ મોરચાના હોદ્દેદાર શ્રીઓ, સરપંચ શ્રી ઓ, તેમજ કોલેજના અધ્યાપક શ્રી ઓ , શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ ની ઉપસ્થિતિ રહ્યા હતા કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું મોમેન્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ કોલેજમાં વિવિધ ક્ષેત્રે નામના કરનાર વિદ્યાર્થીઓનું મોમેન્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતું