નડિયાદ પાસે ચકલાસી વિસ્તારમાં વિદેશી દારૂ સાથે એક મહિલા ઝડપાઇ
નરેશ ગનવાણી નડિયાદ
જિલ્લા એલસીબી પોલીસે ચકલાસી પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ચલાલી ખાતેના મકાનમાંથી વિદેશી દારૂની બોટલો સાથે પોલીસે એક મહિલાને ઝડપી પાડયો હતો પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
ખેડા એલસીબી પોલીસના માણસો ચકલાસી વિસ્તારમાં રવિવારે રાત્રે પેટ્રોલિંગમાં દરમિયાન બાતમી મળી હતી કે ચલાલી ગેંદાલપુરામાં રહેતી ગીતાબેન મહેન્દ્ર સોઢા પરમાર પોતાના ઘરમાં વિદેશી દારૂ સંતાડી છૂટક વેચાણ કરે છે.જેથી પોલીસે રેડ પાડી સ્થળ ઉપર હાજર મહિલાની પૂછપરછ કરતા ગીતાબેન મહેન્દ્રભાઈ ઉર્ફે ભાગલો સનાભાઇ સોઢા પરમાર હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેના મકાનની તલાસી લેતા વિદેશી દારૂની જુદા જુદા બ્રાન્ડની બોટલ નંગ ૧૪૪૦ કિંમત રૂપિયા ૧ લાખ ૪૪ હજારનો મળી આવ્યો હતો. પોલીસે વધુ પુછપરછ કરતા
મહિલાએ જણાવ્યું કે આ વિદેશી દારૂ ઉત્તરસંડામાં રહેતા તેના દિયર ચંદ્રકાંત ઉર્ફે લાલો ચોટલો બાબુભાઈ પરમારે મોકલાવ્યો હતો. આ અંગે એલસીબી ખેડા પોલીસની ફરિયાદ આધારે ચકલાસી પોલીસે ગીતાબેન મહેન્દ્ર સોઢા પરમાર તેમજ ચંદ્રકાંત ઉર્ફે લાલો બાબુભાઈ પરમાર સામે ગુનો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.