માતર જી.આઇ.ડી.સી. પાસે આવેલ ફાર્મમાંથી થએલ ચોરી ના કેસમાં બે ઇસમો ઝડપાયા
નરેશ ગનવાણી નડિયાદ
ખેડા એલ.સી.બી સ્ટાફના માણસો વસો પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી મળેલ કે ધનજીભાઇ ઉર્ફે ધનો ધુળાભાઇ ઝાલા તથા તેનો મિત્ર નટવરભાઇ ઉર્ફે નટુ જશવંતભાઇ સોલંકી બન્ને ભેગા મળી ચોરીનું સામાન લાવીને ધનજીભાઇ ધુળાભાઇ ઝાલા ના ઘરની બાજુમાં ખુલ્લી જગ્યામાં સંતાડી રાખેલ છે. જે સામાન વેચવા માટે જનાર છે. પોલીસે બાતમી વાળી જગ્યાએ પહોંચી તપાસ કરતા બે ઇસમો છાપરાની બાજુમાં ખુલ્લી જગ્યામાં કંઇક સામાન કાઢતા હતા અને એક ઇસમના હાથમાં સોલર પેનલ તથા બીજા ઇસમના હાથમાં સોલર પેનલની બેટરી તથા સોલર પેનલનું ઇન્વર્ટર હતુ. જેથી બન્ને ઇસમોને સ્થળ ઉપર પકડી લીધેલ અને નામ-ઠામ પુછતા પોતે પોતાનું નામ (૧) ધનજીભાઇ ઉર્ફે ધનો ધુળાભાઇ ઝાલા રહે.વસો ચોકડી, નાયરા પેટ્રોલ પંપની સામે, છાપરામાં તા.વસો જી.ખેડા ઇસમ પાસે નીચે બેસી સોલર પેનલની બેટરી તથા સોલર પેનલનું ઇન્વર્ટરમાં કંઇક સરખુ કરતા અન્ય ઇસમનું નામઠામ પુછતા પોતે પોતાનું નામ (૨) નટવરભાઇ ઉર્ફે નટુ જશવંતભાઇ સોલંકી રહે.કૃષ્ણપુરા, તાબે-બામરોલી. વસો નો હોવાનુ બન્ને ઇસમો પાસેથી મળી આવેલ ઉપરોક્ત સોલર પેનલ,
સોલર પેનલની બેટરી તથા સોલર પેનલનું ઇન્વર્ટર ના માલીકી અંગેના દસ્તાવેજો તથા આધાર પુરાવા માંગતા કોઇ સંતોષકારક જવાબ નહી આપતા તમામ મુદ્દામાલ
ચોરી કરેલ હોવાનો શક જતા સામાન ક્યાથી લાવેલ છે ? તે બાબતે ઘનિષ્ટ પુછપરછ કરતા બન્ને ઇસમોએ જણાવેલ કે, પકડાયેલ તમામ મુદ્દામાલ
આજથી આશરે એકાદ મહિના પહેલા માતર, જી.આઇ.ડી.સી. પાસે આવેલ ગોલ્ડન ફાર્મમાંથી ચોરી કરેલાની હકિકત જણાવેલ. જે અંગે તપાસ કરતા માતર પો.સ્ટે. ગુનો દાખલ થયેલ છે.
ઉપરોક્ત બન્ને ઇસમો પાસેથી મળી આવેલ સોલર પેનલો કુલ નંગ-બે જેની કુલ કિ.રૂા.૨૦ હજાર તથા સોલર પેનલની બેટરીઓ કુલ નંગ-બે જેની કુલ કિ.રૂા.૨૦ હજાર તથા સોલર પેનલ ઇન્વર્ટર કુલ નંગ-૦૧ જેની કુલ કિ.રૂા.૧૦ હજાર મળી કુલ કિમત ૫૦ હજાર નો મુદ્દામાલ કબ્જે કરી બન્ને ઇસમોને અટક કરી વસો પો.સ્ટે વધુ કાર્યવાહી અર્થે સોપેલ છે.