મણિનગર ટર્મિનસથી મહેમદાવાદની એએમટીએસની બસ સુવિધાનો આવતીકાલથી પ્રારંભ થશે

નરેશ ગનવાણી નડિયાદ

ખેડા જિલ્લાના મહેમદાવાદથી અમદાવાદ મણીનગર જવા માટેની સીટી બસ સેવાનો ૧૪ માર્ચને ગુરુવારના રોજ સવારે ૧૦ કલાકે સિદ્ધિવિનાયક મંદિર મહેમદાવાદથી પ્રારંભ થશે. જેના પરિણામે મહેમદાવાદથી અમદાવાદ જતા સૌ મુસાફરોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે.         
ખેડા જિલ્લાના મહેમદાવાદ શહેરના સિદ્ધિવિનાયક મંદિરે ઘણા શ્રદ્ધાળુ અમદાવાદ તરફથી આવે છે. સાથે  મહેમદાવાદથી અમદાવાદ તરફ પણ દરરોજ હજારો મુસાફરો અપડાઉન કરે  છે.  તેને લઈને અમદાવાદની એએમટીએસની બસ સેવા શરૂ થતાં મુસાફરોને પણ ભારે રાહત થશે. આમ આ બસ સેવા મણીનગર ટર્મિનસથી સિદ્ધિવિનાયક મંદિર મહેમદાવાદ દરરોજ ૧૬ રૂટ દોડશે. શ્યામાપ્રસાદ મુખરજી ચોક, જશોદાનગર પાટિયા, ત્રીકમપુરા પાટિયા, પી.આર એન્ટરપ્રાઇઝ હનુમાનજી મંદિર ગેરત નગર શ્રદ્ધા પાયોનીયર, ડીપીએસ સ્કૂલ, ખોડીયાર ધામ, રાસ્કા પાટીયા, કનીજ પાટીયા, ધોળેશ્વર મહાદેવ, સણસોલી પાટીયા થઈને સિદ્ધિવિનાયક મંદિરે આવી જશે અને આજ રુટ પરથી બસ પરત ફરશે. આમ ૧૪થી વધુ સ્ટોપેજનો સમાવેશ થાય છે. જો .કે અગાઉ પણ અડધા સુધી આ એએમટીએસની બસો આવતી હતી. જે મહેમદાવાદના સિદ્ધિ વિનાયક મંદિર સુધી લંબાતા જિલ્લા વાસીઓમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!