ડાકોર પાસે લઈ જવાતો વિદેશી દારૂ ભરેલી ઈકો કાર ઝડપાઈ, ચાલકની અટકાયત

નરેશ ગનવાણી નડિયાદ

ડાકોર પાસેથી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે પણ ૨.૧૧ લાખના વિદેશી દારૂ ભરેલી ઈકો કાર સાથે ચાલકની ધરપકડ કરી
કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ડાકોર પોલીસ સ્ટેશનની હદમાં ગઇકાલે રાત્રે પોલીસના માણસો ડાકોર પાસે ભવન કોલેજ થી વિઝોલ તરફના રસ્તા પર વોચમા ઉભા હતા ત્યારે પસાર થતી એક ઈકો કારને રોકીને તલાશી લેતા કારમાંથી વિદેશી દારૂના ક્વાટર નંગ ૨૧૧૨ કિંમત રૂપિયા ૨ લાખ ૧૧ હજાર ૨૦૦નો મળી આવ્યો હતો. કારના ચાલકની પુછપરછ કરતા તેણે પોતાનુ નામ કલ્પેશભાઈ બુધાભાઈ પરમાર (રહે.રાસનોલ, આણંદ) પોલીસે આ દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યો જથ્થો  તે દિશામાં પકડાયેલા આરોપી કલ્પેશ પરમાર ની પૂછપરછ કરતા  દારૂનો જથ્થો વિષ્ણુભાઈ સુરેશભાઈ જાદવ (રહે.રાસનોલ)એ મોકલી આપ્યો હતો અને જેની ડીલેવરી વીઝોલ ગામના પર્વતભાઈ ગોતાભાઇ પઢિયારને આપવાની હતી. પોલીસે ઉપરોક્ત દારૂના જથ્થા સાથે અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા ૪ લાખ ૧૬ હજાર ૮૧૦નો મુદ્દા માલ કબજે કરી ત્રણેય ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: