સિવિલ હોસ્પિટલ ખાતે સખી વન સ્ટોપ સેન્ટરના નવીન મકાનનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું

નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદ ધારાસભ્ય પંકજભાઇ દેસાઇ તથા નગરપાલિકા પ્રમુખ  કિન્નરીબેન શાહના હસ્તે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત રૂ.૪૮ લાખના ખર્ચે નિર્મિત થનાર સખી વન સ્ટોપ સેન્ટરના નવીન મકાનનું ખાતમુહુર્ત સિવિલ હોસ્પિટલ કેમ્પસ, નડીયાદ ખાતે કરવામાં આવ્યુ હતું.
ભારત સરકાર દ્વારા પુરસ્કૃત ગુજરાત સરકારના સખી વન સ્ટોપ સેન્ટરમાં હિંસાથી પીડિત મહિલાઓને તબીબી સહાય, કાયદાકીય સહાય, પોલીસ સહાય તથા હંગામી આશ્રય અને કાઉન્સેલિંગ જેવી સેવાઓ તાત્કાલિક ધોરણે પુરી પાડવામાં આવે છે. નવા સખી વન સ્ટોપ સેન્ટરથી હિંસા પિડીત મહીલાઓને વધુ અસરકારક રીતે વિવિધ સેવા-સહાય પુરી પાડી શકાશે.
આ કાર્યક્રમમાં સિવિલ હોસ્પિટલ નડીયાદના સિવિલ સર્જન  ધીરેનભાઇ, આરએમઓ ડી. આર. પટેલ, મહિલા અને બાળ અધિકારી  ફરજાનાબેન ખાન, દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારી  સોનલબેન પટેલ, સખી વન સ્ટોપ સેન્ટર (ઓએસસી) ના કર્મચારીઓ તથા ડીસ્ટ્રીક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન  યોજનાના કર્મચારીઓએ પણ હાજરી આપી હતી.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: