નડિયાદ સી બી પટેલ આર્ટસ કોલેજમાં દીક્ષાંત સમારોહ યોજાયો
નરેશ ગનવાણી નડિયાદ
ધી નડિયાદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત સી .બી.પટેલ આર્ટસ કોલેજ નડિયાદમાં દીક્ષાંત સમારોહ નું આયોજન થયું હતું. વર્ષના અંતે યોજાયેલા વાર્ષિક ઉત્સવ અર્થાત દીક્ષાંત સમારોહમાં વડતાલ થી સારસ્વત અતિથિ પરમ પૂજ્ય કોઠારી સ્વામીજી ડો. સંત વલ્લભજી તથા આનંદ આશ્રમ ,નડિયાદ થી સારસ્વત પરમ પૂજ્ય મુદીત વદનાનંદજી પધાર્યા હતા. ધી નડિયાદ એજ્યુકેશન સોસાયટી ના પ્રમુખ ભુપેન્દ્રભાઈ દેસાઈ, મંડળના ખજાનચી પુરુષોત્તમભાઈ પટેલ તેમજ મંડળના સહમંત્રી ચંદ્રકાંતભાઈ પટેલ તથા કોલેજના આચાર્ય પ્રો.ડોક્ટર મહેન્દ્રકુમાર દવે , અધ્યાપક ગણ તેમજ વિપુલ સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત હતા. દીક્ષાંત સમારોહમાં શિવ સ્તુતિના નૃત્યથી પ્રાર્થના તેમજ દીપ પ્રાગટ્ય બાદ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કોલેજમાં આ વર્ષે નિવૃત થનાર કર્મચારી ડોક્ટર રાની મેડમ નું સન્માન, કોલેજમાં એન.સી સી મેજર પદથી નિવૃત્ત થનાર અને કોલેજમાં સંસ્કૃત વિષયમાં કાર્યરત અધ્યાપક લલિતભાઈ ચાવડા ને કોલેજ દ્વારા સન્માનિત કર્યા હતા. આ ઉપરાંત કોલેજમાં નવા નીમાયેલા પાંચ અધ્યાપકો નું પણ સન્માન કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે આ વર્ષે સૌપ્રથમવાર 2023 -24 વર્ષના શ્રેષ્ઠ કર્મચારી કે જેમણે દિવસ- રાત એક કરી અને કોલેજમાં મહેનત તથા નિષ્ઠાથી અવિરત પણે સેવા આપી છે અને કોલેજ નું એકેડેમી કામ સમયસર સમાપ્ત થઈ શકે એવા ઉમદા ઉદ્દેશ્યથી પોતાનું યોગદાન આપ્યું છે તેવા કોલેજના ક્લાર્ક વિજયભાઈ પરમાર નું સન્માન કરવામાં આવ્યું હતું.ત્યારબાદ આખા વર્ષની પ્રવૃત્તિઓનો અહેવાલ આપતી સંકલ્પ પત્રિકા નું મહેમાનોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. ડો. પ્રકાશભાઈ વિંછીયા વિદ્યાર્થી પ્રવૃત્તિઓનો અહેવાલ સંક્ષિપ્તમાં રજૂ કર્યો હતો. વિદ્યાર્થી ઉત્કર્ષ સમિતિના પ્રતિનિધિ સુનિલ વાઘેલા દ્વારા શુભેચ્છા સંદેશા નું વાંચન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થી મલેક હાશ્મીએ વિદાય લેનાર વિદ્યાર્થીઓના પ્રતિનિધિ તરીકે પ્રતિભાવ આપ્યો હતો. ત્યારબાદ સંત, પ્રમુખ,સહમંત્રી તેમજ આચાર્યના ઉદબોધનથી વિદ્યાર્થીઓને પ્રેરકબળ મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે કોલેજના આચાર્ય પ્રોફેસર ડોક્ટર મહેન્દ્રકુમાર દવે સરનું અચલા ફાઉન્ડેશન દ્વારા શ્રેષ્ઠ પ્રોફેસર તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા એ બદલ સમગ્ર સ્ટાફે પણ આચાર્યને સન્માનિત કરી ગર્વ અનુભવ કર્યો હતો. દીક્ષાંત સમારોહમાં મહત્વપૂર્ણ પ્રસ્તુતિ ઇનામ વિતરણ સમારોહ ની હતી. જેમાં વર્ષ દરમિયાન આયોજિત વિવિધ સ્પર્ધાઓમાં વિજયી વિદ્યાર્થીઓ, વાર્ષિક પરીક્ષામાં સર્વશ્રેષ્ઠ ગુણાંક પ્રાપ્ત કરનાર દરેક વિષયના ટોપર્સ વિદ્યાર્થીઓ, એનસીસી અને એનએસએસ, સ્પોર્ટ્સ તેમજ સાંસ્કૃતિક પ્રવૃતિના ના સર્વશ્રેષ્ઠ વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા. દીક્ષાંત સમારોહમાં શિવાજીની વીરગાથા પર આધારિત મરાઠી ડાન્સ અને ગુજરાતી ગરબો જેવી સાંસ્કૃતિક પ્રસ્તુતિ રજુ થતાં વિદ્યાર્થીઓ ઝૂમી ઉઠ્યા હતા. ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડો. કલ્પનાબેન ત્રિવેદીએ અતિથિઓનો આભાર માન્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર પ્રકાશભાઈ વિંછીયા, ડો. કલ્પનાબેન ભટ્ટ, ડોક્ટર જીગ્નેશ પંચાલ અને ભારતીબેન આચાર્યએ કર્યું હતું.