ઝાલોદ પંચાલ સમાજ મહિલા મંડળ સંચાલિત આનંદના ગરબાએ રાજસ્થાનમાં ધૂમ મચાવી આનંદનો ગરબો રાજસ્થાનમાં પહોંચ્યો.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
ઝાલોદ પંચાલ સમાજ મહિલા મંડળ સંચાલિત આનંદના ગરબાએ રાજસ્થાનમાં ધૂમ મચાવી આનંદનો ગરબો રાજસ્થાનમાં પહોંચ્યો ..
..ઝાલોદ પંચાલ મહિલા મંડળ સંચાલિત આનંદનો ગરબો ગુજરાતના સીમાડા વટાવીને આજરોજ રાજસ્થાનના પિંઢારમાં ગામમાં પહોંચ્યો….રાજસ્થાનના બાગીદૌરાની નજીકના પીઢારમા ગામના રહેવાસી અને ઝાલોદ વિશ્વકર્મા મંદિરના પૂજારી નારાયણલાલ પંડ્યાના પૌત્રના ઢુંઢોત્સવના કાર્યક્રમમાં યજમાનની માનતા પૂર્ણ થતાં આનંદનો ગરબો રાખવામાં આવ્યો હતો .જેમાં ઝાલોદ પંચાલ સમાજની મહિલાઓ દ્વારા સંગીતના સથવારે રાસ ગરબાની રમઝટ સાથે આનંદના ગરબાનો આનંદ લૂંટાવ્યો હતો .રાજસ્થાન પંથકમાં પહેલીવાર થઈ રહેલા આનંદના ગરબાને જોવા સાંભળવા ગ્રામજનો ઉમટી પડ્યા હતા.

