ફતેપુરાના સરસ્વા પુર્વ આરોગ્ય કેન્દ્ર ખાતે આશા સંમેલન અને વાર્ષિક ઈનામ વિતરણ સમારોહ યોજાયો.
પ્રવીણકલાલ ફતેપુરા
ફતેપુરાના સરસ્વા પુર્વ આરોગ્ય કેન્દ્ર ખાતે આશા સંમેલન અને વાર્ષિક ઈનામ વિતરણ સમારોહ યોજાયો.
આશા બહેનો ને ધારાસભ્ય રમેશભાઈ કટારા ના હસ્તે ઇનામ વિતરણ કરાયું
ફતેપુરા તાલુકા હેલ્થ કચેરી દ્વારા આશા સંમેલન અને વાર્ષીક ઈનામ વિતરણ કાર્યક્રમ – ૨૦૨૪નું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય રમેશભાઈ કટારા ના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો.
ફતેપુરા તાલુકા હેલ્થ કચેરી દ્વારા આશા સંમેલન અને વાર્ષીક ઈનામ વિતરણ કાર્યક્રમ – ૨૦૨૪નું આયોજન કરવામાં આવ્યું. ફતેપુરા તાલુકા હેલ્થ ઓફિસર ડૉ સુરેશ આમલિયર દ્વારા આખા વર્ષ દરમિયાન તાલુકામાં વિવિધ આરોગ્યની શાખાઓમાં ફરજ બજાવતા કર્મચારીઓ તેમજ આશા બેહનોએ પણ કરેલ કામગીરીને લઈને તેઓને બિરદાવવા તેમજ તેઓનુ પ્રોત્સાહન વધારવા એક કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય રમેશભાઈ કટારા ના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં આરોગ્ય શાખામાં ફરજ બજાવતા બહેનોને ઉત્કૃષ્ટ કામગરી બદલ ઈનામ આપી સન્માનીત કરવામાં આવ્યા હતા. ૧૫ જેટલી મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય રમેશભાઈ કટારા દ્વારા આરોગ્ય સેવાઓ વિશે માહીતિ મેળવી હતી. આ કાર્યક્રમ માં જિલ્લા પંચાયત ના ચેરમેન સોનલબેન મછાર, આગેવાન ચુનીલાલ ચરપોટ, જિલ્લા મંત્રી નીલમબેન દિંડોર, તાલુકા મંત્રી શર્મિલાબેન ગરાસિયા, મહામંત્રી નાનુભાઈ ભગોરા, લાલાભાઈ, કિર્તિપાલ ચોહાણ, સહિત આરોગ્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.