ઝાલોદ તાલુકાના ઠુઠી ચેકપોસ્ટ પરથી 56392 નો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી પોલીસ : આરોપી ફરાર
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
ઝાલોદ તાલુકાના ઠુઠી ચેકપોસ્ટ પરથી 56392 નો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી પોલીસ : આરોપી ફરાર
હાલ ઝાલોદ નગરમાં હોળીના તહેવાર તેમજ લગ્નસરાની સિઝન આવનાર હોઈ બુટલેગરો દ્વારા નગરમાં દારૂનો જથ્થો ન ઘુસાડી શકે તે માટે ડી.વાય.એસ.પી પટેલ દ્વારા સતત પેટ્રોલીંગ કરી ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા આદેશ આપેલ છે. ઝાલોદ પોલીસ ઠુઠી ચેકપોસ્ટ પર પેટ્રોલીંગમા હતી તે સમયે પી.એસ.આઇ માળી અને સે.પો.સ.ઇ સીસોદીયાને બાતમી મળેલ હતી કે રાજસ્થાનના ડુંગરા તરફથી એક નંબર વગરની જ્યુપિટર ગાડી પર વિદેશી દારૂનો જથ્થો લઈને આવનારની બાતમી મળેલ હતી.
બાતમી વાળું વાહન આવતા પોલીસ દ્વારા જ્યુપિટર ગાડી રોકવાનો પ્રયાસ કરાતાં ચાલક દ્વારા ગાડી વળાવી નાસી છૂટવાની કોશિશ કરવામાં જતા ચાલક દ્વારા બેલેન્સ ન રહેતા તે ગાડી પડી જતાં જ્યુપિટર ચાલક રાજેશ ભીખા ગરાસીયા ( ઠુઠી કંકાસીયા, ઝાલોદ ) તેમજ અન્ય એક આરોપી દાઉદ ગજરા ડામોર ( મઘાનીસર, ઝાલોદ ) વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે. પોલીસ દ્વારા વધુ તપાસ કરાતા આ માલ મઘાનીસર ખાતે લઈ જવામાં આવનાર હોવાનું માલુમ પડેલ હતું. પોલીસ દ્વારા 288 વિદેશી દારૂની બોટલો જેની કિંમત 31392 અને જ્યુપિટર ગાડીની કિંમત 25000 થઈ કુલ 56392 રુપિયાનો વિદેશી દારૂ સાથેનો મુદ્દામાલ ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળેલ હતી.