ફાગણી પુનમ ડાકોર માટે વિવિધ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવશે
નરેશ ગનવાણી નડિયાદ
ફાગણી પુનમ ડાકોર નિમિત્તે ખેડા જિલ્લા આરોગ્ય શાખા દ્વારા તા.૨૨થી તા.૨૫ માર્ચ ૨૦૨૪ સુધી વિવિધ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવશે.
ડાકોર ફાગણી પુનમ મેળા પદયાત્રી રૂટ ઉપર કુલ (૧૦) પ્રાથમિક સારવાર કેન્દ્રો ઉભા કરી, પદયાત્રીઓને આરોગ્ય અને તબીબી સેવાઓ પુરી પાડવામાં આવશે. જેમાં રણછોડજીના મંદિર માટે કનીજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ઈશ્વર ફાર્મ- આમસરણ માટે ઘોડાસર, ખાત્રજ ચોકડી માટે મોદજ, સિંહુજ ચોકડી માટે સિહુંજ, મહુધા ચોકડી માટે સિંઘાલી, નાની ખડોલ બસ સ્ટેન્ડ પાસે નાનીખડોલ, જશુબા આશ્રમ મોટીખડોલ, અલીણા ચોકડી અને જશુબા આશ્રમ મોટીખડોલ માટે અલીણા, કૃષ્ણધામ બોરડી અને વનકુટીર માટે ચેતરસુંબા પ્રાથમિક આરોગ્ય દ્વારા પદયાત્રીઓને આરોગ્ય વિષયક સેવાઓ પુરી પાડવામાં આવશે.
પદયાત્રી રૂટ પર કુલ-૫ પ્રાથમિક સારવાર કેન્દ્રો આયુર્વેદિક/હોમીયોપેથીક સારવાર મળી રહે તે માટે સારવાર કેન્દ્રો પર આયુર્વેદિક/હોમીયોપેથીક તબીબોને ફરજ સોપવામાં આવેલ છે. પીવાના પાણીનું વોટર કવોલીટી મોનીટરીંગ આર.સી.ટેસ્ટ દ્વારા રાસ્કા થી ખાત્રજ ચોકડી, ખાત્રજ થી મહુધા ચોકડી અને મહુધાથી વનકુટિર સુધી કુલ ૩ મોબાઈલ ટીમ દ્વારા મોનીટરીંગ કરવામાં આવશે. ડાકોર શહેરી વિસ્તારમાં ૩ મોબાઈલ ટીમો દ્વારા પીવાના પાણીની ટાંકી, ટેન્કરોનું કલોરીનેશન હાથ ધરવામાં આવશે. અને આર.સી.ટેસ્ટની ચકાસણી હાથ ધરવામાં આવશે. ડાકોર નગર સેવાસદન અને ગ્રામપંચાયતોની આરોગ્ય સંલગ્ન (પીવાનું પાણી / સેનીટેશન) અંગે જરૂરી માર્ગદર્શન સુપરવિઝન મોનીટરીંગ કરવામાં આવશે. ડાકોર શહેરી વિસ્તારમાં-૭ આરોગ્ય કર્મચારીઓની ટીમો દ્વારા ધર્મશાળાઓ, હોટલો, લારી-ગલ્લાઓ, તથા આશ્રયસ્થાનોમાં કલોરીનેશન, સેનીટેશન અંગેની કામગીરી હાથ ધરવામાં આવશે. ડાકોર પદયાત્રીરૂટ તેમજ શહેરી વિસ્તારમાં ફૂડ સેનીટેશનની કામગીરી માટે ખોરાક અને ઔષધ નિયમનતંત્ર દ્વારા કામગીરી હાથ ધરવા માટે તેઓશ્રીને જણાવવામાં આવેલ છે. ડાકોર શહેરીવિસ્તારમાં કલોરીનેશન સેનીટેશન તેમજ સ્વચ્છતાનું ઉંચુ ધોરણ જળવાય તે માટે ચીફ ઓફીસર,નગરસેવાસદન-ડાકોરને જણાવવામાં આવેલ છે. પાણીપૂરવઠા અને ગટરવ્યવસ્થા બોર્ડ દ્વારા પદયાત્રી રૂટમાં ટેન્કર દ્વારા પાણી પૂરવઠો પૂરો પાડવામાં આવે છે. જેમાં કલોરીનેશનનું પ્રમાણ નિયમીત જળવાઈ રહે તે માટે તેઓશ્રીને જણાવવામાં આવેલ છે. ડાકોર ખાતે પૂનમના આગલા દિવસથી સંભવિત ઈમરજન્સી સેવાઓને ધ્યાને લઈ ૪ સ્થળોએ ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાઓ મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવશે. જેમાં ડાકોર રણછોડજીના મંદિર ફાગણી પૂનમ એકઝીટ પોઈન્ટની બહાર આઈ.સી.આઈ.સી.આઈ. એટીએમ,શ્રીજી મીઠાઈ ઘરની બાજૂમાં –ડાકોર., નગરપાલિકા ડાકોર ખાતે, સામૂહિક આરોગ્ય કેન્દ્ર-ડાકોર અને ગળતેશ્વર ખાતે ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાઓ પુરી પાડવામાં આવશે. આ ઉપરાંત ડાકોર ફાગણી પુનમ મેળાનાં આગલા દિવસથી મેળો પુર્ણ થાય,તે દરમ્યાન ડાકોર શહેરી વિસ્તારમાં વ્યુહાત્મક સ્થળોએ આરોગ્ય તબીબી રેફરલ સેવાઓ માટે જરૂરીયાત મુજબ આઇ.સી.યુ ઓન વ્હીલ એમ્બ્યુલન્સ સેવાઓ પુરી પાડવામાં આવશે. સાથે જ SDH-ડાકોર ખાતે રેફરલ સેન્ટર અને ખેડા,ડાકોર, નડીઆદ ખાતે બેઈઝ હોસ્પિટલ સતત કાર્યશીલ રહેશે.
સિવિલ હોસ્પીટલ નડીઆદ તરફથી પદયાત્રી રૂટ ઉપર મોબાઈલ મેડીકલ ટીમ-(૨)નું આયોજન હાથ ધરવામાં આવનાર છે. સિવિલ હોસ્પિટલ નડીઆદ દ્વારા ડાકોર શહેરનાં ૭ વ્યુહાત્મક સ્થળે તેમજ ગળતેશ્વર નદી ખાતે મળી કુલ ૮ સ્થળોએ મેડીકલ ટીમનું આયોજન હાથ ઘરી,આરોગ્ય અને તબીબી સેવાઓ પુરી પાડશે. SDH-ડાકોર ખાતે ઈમરજન્સી રીર્ઝવ ટીમ મેડીકલ ઓફીસરની ૧૨ -૧૨ કલાકના અંતરે રાઉન્ડ ધ કલોક ડયુટી ગોઠવવામાં આવશે. મહુધા ચોકડી,SDH-ડાકોર ખાતે મેડીકલ ઓફીસરની ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવશે.
આકસ્મિક પરિસ્થિતને પહોંચી વળવા જરૂરી દવાઓ સાથેની સાધનસામગ્રીથી સુસજજ રેફરલ સેવાઓ માટે ખાત્રજ ચોકડી, મહુધા ચોકડી અને પ્રા.આ.કેન્દ્ર અલીણા સહિત કુલ ૩ એમ્બ્યુલન્સની સેવાઓ (વાન) ઉપસ્થિત રહેશે. ડાકોર ફાગણી પૂનમ મેળાના સમ્રગ રૂટના સુપરવિઝન મોનીટરીંગ માટે જીલ્લા કક્ષાના ૩ અધિકારીઓને લાયઝન ઓફીસર તરીકે નિમંણૂક કરવામાં આવશે. રોગચાળા નિયંત્રણ ઉપરાંત અન્ય કામગીરીનું આઈ.ઈ.સી.પ્રવૃતિ દ્વારા દરેક બુથ પર તેમજ જાહેર માર્ગ ઉપર આયોજન કરવામાં આવશે. કોઈપણ રોગચાળો ન ફેલાય/આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા જીલ્લા કક્ષાએથી / તાલુકા હેલ્થ કચેરીએથી સતત ૨૪ કલાક મોનીટરીંગ રહેશે. મેળાના સ્થળ ઉપર તેમજ જીલ્લા કક્ષાએ કંટ્રોલરૂમ સતત કાર્યશીલ રહેશે. કોવીડ-૧૯ની માર્ગદર્શિકા મુજબ સોશ્યલ ડીસ્ટન્સીંગ, માસ્ક પહેરવા,સેનિટાઇઝેશન વિગેરે બાબતે વ્યવસ્થા મોનીટરીંગ કરવામાં આવશે.