મહેસાણાના જમીન દલાલને વડતાલ બોલાવી ૩.૧૫ લાખ છિનવી લિધા

નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદના વડતાલ ગોમતી તળાવ પાસે બોલાવી નજીક અવાવરૂ જગ્યાએ લઈ જઈ ત્રીપુટીએ બળજબરી પૂર્વક રૂપિયા ૩.૧૫ લાખ છીનવી ધમકી આપી ફરાર થઇ ગયા. આ બનાવ મામલે વડતાલ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના લાડોલ ગામે રહેતા બીપીનભાઈ બળદેવજી ઠાકોર પોતે જે દલાલના વ્યવસાય સાથે સંકળાયેલા છે. આજથી ૨૦ એક દિવસ પહેલા  મોબાઈલ પર અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને સામેવાળી વ્યક્તિએ પોતાનું નામ પ્રકાશભાઈ જણાવી અને પોતે ખેડા જિલ્લાના વડતાલમાં રહેતા હોવાની ઓળખ આપી વધુ નાણાં કઈ રીતે કમાવી શકો તે બાબતે વાત કરી હતી. જેમાં આ પ્રકાશભાઈએ કહ્યું કે, અમારી પાસે મંદિરમાં આવતી દાનના છુટ્ટા રૂપિયા રકમના બદલામાં તમે અમને ૫૦૦ના દરની નોટ લઈ આપો તો તમને ૧૦ ટંકા કમિશન પેટે અલગથી આપીશું. બીપીનભાઈને રસ પડતા સૌપ્રથમ તેઓએ નાની રકમ એટલે કે, રૂપિયા ૫૦ હજાર લઈને ઉપરોક્ત પ્રકાશભાઈને ફોન કરી ડીલ નક્કી કરવા વડતાલ આવ્યા હતા. જ્યાં પ્રકાશભાઈએ વડતાલના ગોમતી તળાવ નજીક ઉભા રહેવા જણાવ્યું હતું. અહીંયા પ્રકાશભાઈને મળી ઉપરોક્ત ૫૦૦ના દરનુ ૫૦ હજાર રૂપિયા બીપીનભાઈએ આપ્યા હતા અને તેના બદલામાં પ્રકાશભાઈએ ૧૦, ૨૦, ૫૦ અને ૧૦૦ના અલગ અલગ નોટોની બંડલમાં રૂપિયા ૫૫ હજાર કમીશન સાથે પરત આપેલા હતા.

જે બાદ આ બીપીનભાઈએ પોતાના મિત્ર મહેશભાઈ ચૌધરીને વાત કરી હતી અને આ બંને લોકો થોડા દિવસ બાદ રૂપિયા એક લાખ લઈને પ્રકાશભાઈનો સંપર્ક કરી ફરી  વડતાલ આવ્યા હતા અને  પ્રકાશભાઈએ બોલાવી રૂપિયા એક લાખ આપ્યા અને તેના બદલામાં છૂટી નોટો કમીશન સાથે રૂપિયા એક લાખ દસ હજાર પરત આપ્યા હતા.તે સમયે પ્રકાશભાઈની સાથે લાલજીભાઈ મકવાણા નામના ઈસમ પણ હાજર હતા. અને પરિચય અપાવ્યો અને કહ્યું કે, આ નાની રકમ કરતા મોટી રકમ લઇ આવશો તો તમને ફાયદો થશે. ત્યારબાદ ૧૨ માર્ચના રોજ આ બીપીનભાઈ અને મહેશભાઈ બંને લોકો રૂપિયા ૩ લાખ ૧૫ હજાર લઈને વડતાલ આવ્યા હતા. એ બાદ આ પ્રકાશભાઈને ફોન કરી જણાવતા થોડીવાર પછી પ્રકાશભાઈ અને સાથે વાલજીભાઈ અને અન્ય એક ઇસમ દિલીપભાઈ પુરોહિત એમ ત્રણેય આવ્યા હતા. અને આ ત્રિપુટીએ  બિપિનભાઈ અને મહેશભાઈને  ધાક ધમકી આપી બળજબરી પૂર્વક રૂપિયા ૩.૧૫ લાખ મેળવી ફરાર થઈ ગયા હતા. અજાણ્યો વિસ્તાર હોવાથી બીપીનભાઇ અને મહેશભાઈ પણ ત્યાંથી તુરંત રવાના થઈ ગયા હતા. ત્યારબાદ પ્રકાશભાઈને ફોન કરતા તેઓએ કહ્યું કે હવે આ પૈસાને ભૂલી જજો નહીં તો તમને જાનથી મારી નાખીશું તેવી ધમકીઓ આપી હતી.  તપાસ કરવામાં આવતા આ ત્રણેય ત્રિપુટી ના નામ પ્રકાશભાઈ ભલારામ પ્રજાપતિ (રહે.સુણાવ, તા.પેટલાદ, જિ.આણંદ), વાલજીભાઈ ધનજીભાઈ મકવાણા (રહે.પાનીયાલા, તા.ઘોઘા, જિ.ભાવનગર) અને દિલીપભાઈ પુરોહિત (રહે.કરમસદ, આણંદ) હોવાનું જણાઈ આવ્યું હતું. આથી આ બનાવ સંદર્ભે બીપીનકુમાર ઠાકોરે ઉપરોક્ત ત્રિપુટી સામે વડતાલ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: