દાહોદ જિલ્લા ચુંટણી અધિકારી દ્વારા લોકસભા અંતર્ગત ઝાલોદની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
દાહોદ જિલ્લા ચુંટણી અધિકારી દ્વારા લોકસભા અંતર્ગત ઝાલોદની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું
દાહોદ જિલ્લાનાં ઝાલોદની સરકારી સાઈન્સ કોલેજ ખાતે લોકસભા સામાન્ય ચૂંટણી 2024..
જીલ્લા ચૂંટણી અધિકારીશ્રી યોગેશ નિરગુડે દ્વારા ઝાલોદ ની સરકારી સાઈન્સ કોલેજ ખાતે EVMs, VVPATs and PB સ્ટ્રોગ રૂમની મુલાકાત લઈને તૈયારીઓનું નિરીક્ષણ કર્યુંઆગામી લોકસભા સામાન્ય ચૂંટણી – 2024ને લઈને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પુરજોશમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે.દરેક કામગીરી પર બારીકાઈથી નજર કરી કોઈ ખામી ન રહે તે માટે વિશેષ તકેદારી રાખવા સૂચન કર્યું હતું. ગુજરાત રાજ્યમાં મતદાનની તા.07/05/2024 નક્કી કરવામાં આવેલ છે. તેમજ મત ગણતરીની તા.04/06/2024 ની નક્કી કરવામાં આવેલ છે. ચૂંટણીલક્ષી વિવિધ તૈયારીઓના ભાગરૂપે જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડે દ્વારા જિલ્લાના EVMs, VVPATs and PB Strong Room ની મુલાકાત લેવામાં આવી હતી.આગામી લોકસભાની ચૂંટણીને લઈને મતદાન સમયે કોઈપણ રીતે કોઈ કચાશ ન રહી જાય તે માટે પણ તૈયારીઓ ચાલી રહી છે. આ તૈયારીઓના ભાગરૂપે જિલ્લા ચૂંટણી અધિકારી વ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે દ્વારા વિધાનસભા કક્ષાના EVMs, VVPATs and PB Strong Room ની મુલાકાત લઈને તૈયારીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જિલ્લા ચૂંટણી અધિકારીએ વિવિધ અધિકારીઓની ઉપસ્થિતીમાં હાલમાં ચાલતી તૈયારીઓ અંગને તાગ મેળવ્યો હતો. EVMs, VVPATs and PB Strong Room ની મુલાકાત લીધી હતી અને ઝાલોદ તાલુકાના સેન્સિટિવ બુથ ની જીલ્લા ચૂંટણી અધિકારી દ્વારા મુલાકાત લઈને ગામજનો સાથે મીટીંગ યોજી અને ગ્રામજનોને જણાવવાનું કે પોતાના મતાધિકારનો ઉપયોગ કરો અને વઘુ મતદાન કરાવો અને મતદાન જાગૃતિ આવે તેવી અપીલ કરી હતી EVMs, VVPATs and PB Strong Room અને સેન્સિટીવ બુથ ની મુલાકાત દરમિયાન દાહોદ જીલ્લા પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલા,ઝાલોદ પ્રાંત અધિકારી એ કે ભાટીયા, નાયબ પોલીસ અધિક્ષક ડી.આર .પટેલ, તાલુકા વિકાસ અધિકારી કે એચ ગઢવી, સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં