દાહોદ જિલ્લા કોંગ્રેસના લોકસભા ઉમેદવાર પ્રભાબેન તાવીયાડનુ નામ જાહેર થતા ગુરુ ગોવિંદના શરણમા આવી આશીર્વાદ લીધા.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
દાહોદ જિલ્લા કોંગ્રેસના લોકસભા ઉમેદવાર પ્રભાબેન તાવીયાડનુ નામ જાહેર થતા ગુરુ ગોવિંદના શરણમા આવી આશીર્વાદ લીધા
દાહોદ જિલ્લામા લોકસભાના ચુંટણી જંગમાં ભાજપના ઉમેદવાર જસવંતસિંહ ભાભોરની સામે કોંગ્રેસના ઉમેદવાર તરીકે પ્રભાબેન તાવીયાડનુ નામ ગઈકાલે રાત્રે જાહેર કરવામાં આવેલ હતું. કોંગ્રેસના ઉમેદવાર પ્રભાબેન તાવીયાડ પોતાની પાર્ટીના પ્રચાર કરતા પહેલા લીમડી નજીક આવેલ કંબોઈધામની મુલાકાત લીધી. ગુરુ ગોવિંદધામ ખાતે આવી તેમણે પુજા,આરતી, દર્શન કરી ફૂલ ચઢાવી આશીર્વાદ લીઘા હતા.