નડિયાદમાં કમળા નજીક ગેરકાયદે દબાણ કરતા લેન્ડગ્રેબિંગની ફરિયાદ નોંધાવી
નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદ નજીક કમળામાં જીઆઇડીસી ૨ મા અધૌગિક વસાહત સ્થાપવા માટે અહીંયા જમીન સંપાદન થઈ હતી. જેમાં કાયદાકીય રીતે જીઆઇડીસી એકમે આ જમીન વર્ષો પહેલા એક્વાયર કરી હતી. એવોર્ડ સમયે ચાર કાચા નળીયાના મકાનો હતા. જેના બાંધકામના વળતરરૂપ રૂપિયા ચૂકવી આપ્યા હતા. જે તે સમયે માં મુળ ખેડુત ખાતેદારોના વારસદારો દ્રારા ગેર કાયદેસર દબાણ/બાંધકામ કરેલ હતુ.
ત્યારબાદ નિગમ દ્રારા કમળા જી.આઈ.ડી.સી.મા અશોકભાઈ મોતીભાઈ તળપદા, બંસીભાઈ કેશવભાઈ તળપદા, દિવાનભાઈ કેશવભાઈ તળપદા, કિરીટભાઈ છગનભાઈ તળપદા, સંજયભાઈ બીપીનભાઈ તળપદા અને વિજયભાઈ ગોવિદભાઈ તળપદા તમામ રહે. કમળા જી.આઇ.ડી.સી. ના દ્વારા વારંવાર દબાણ કરતા હોય તેઓને તેઓના દબાણ દુર કરવા નિગમ દ્વારા નોટીસ આપેલ હતી પરંતુ કમળા જી.આઈ.ડી.સી. માં આ દબાણકર્તાઓ દ્રારા દબાણ દુર કરેલ ન હતા. જેથી નિગમ દ્રારા વર્ષ ૨૦૨૩મા પોલીસ બંદોબસ્ત સહીત આ દબાણ દુર કરેલ હતા. પરંતુ આ દબાણકર્તાઓ દ્વારા ફરીથી ઝુપડા બાંધી સર સામાન સાથે અનઅધિકૃત રીતે દબાણ કરેલ છે.
તેમની ચૂકવવા પાત્ર થતું વળતર મામલતદાર નડિયાદની કચેરી ખાતે રેવન્યુ ડીપોજીટ પેટે જમા કરાવેલ છે. તેમ છતા આ છ માણસો સરકારી જમીનમા અનઅધીકૃત રીતે ઝુપડા બાંધી માલ સામાન સાથે ૨હી સરકારી જમીનમા દબાણ કરેલ તેઓ વિરૂધ્ધમા લેન્ડ ગ્રેબીગ એક્ટ મુજબ કાર્યવાહી થવા નિગમ ધ્વારા જીલ્લા મેજી. ખેડા નડિયાદની કચેરીમા ફરિયાદ કરવામા આવેલ હતી.જિલ્લા કલેકટરએ આ બાબતે ફરિયાદ દાખલ કરવા હુકમ કર્યો છે. જેથી નાયબ કાર્યપાલક ઇજનેર શીતલબેન રાકેશકુમાર ચૌહાણની ફરિયાદના આધારે નડિયાદ રૂરલ પોલીસે છ વ્યક્તિઓ સામે લેન્ડગેબિંગ ફરિયાદ દાખલ કરી છે.