જિલ્લા શિક્ષણાધિકારી શ્રી અરવિંદભાઈ પ્રજાપતિનું સન્માન કરતા કલેકટરશ્રી વિજયભાઈ ખરાડી સાહેબ તેમજ નરેન્દ્ર ભાઈ સોની
દાહોદ જિલ્લા ના શિક્ષણ અધિકારી શ્રી અરવિંદભાઈ પ્રજાપતિ રિટાયર્ડ થતા આજરોજ તેમને શુભેચ્છાઓ પાઠવવા માટે સંચાલક મંડળ ના આગેવાન તેમજ જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્ર ભાઈ સોની તેમજ કલસિંગભાઈ મેંડા સેવા સદન ડી.ઇ.ઓ. ઓફિસ પહોંચી તેમને સાલ , મોમેન્ટો , શ્રીફળ અર્પણ કરી તેમને વય નિવૃત્તિ અંગે શુભેચ્છાઓ પાઠવી હતી.
દાહોદ જિલ્લાના તેમના કાર્યકાળ દરમિયાન તેઓએ આપેલ ઉત્સાહપૂર્વક ના યોગદાનને બિરદાવ્યો હતો. વય નિવૃત્તિ બાદ પણ તેઓ પ્રવૃત્તિમય જીવન પરિવાર સાથે રહી , સમાજ સેવા, રાષ્ટ્ર સેવા કરતા જઈ પસાર કરે અને જ્યારે જ્યારે દાહોદ જિલ્લામાં આવવાનું થાય ત્યારે આ વિસ્તારમાં શિક્ષણ અંગે પોતાનો બહોળો અનુભવ આપતા રહે તેવી અપીલ કરી હતી અને સમગ્ર સંચાલકો વતી શુભકામનાઓ પાઠવી હતી.
#Sindhuuday Dahod

